________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9
ભ્રમણ
જગતમાં કોઈ એવું તત્ત્વ નથી કે જે મરેલાને જીવતો કરી શકે. માટે તનથી સેવા કરવાની છે, જગતમાં રહીને ભેગું કરેલું કોને આપવાનું છે, પરલોક માટે દાન કરીને કાંઈક વાવતાં જવાનું છે. ભેગું ઓછું કરીને દાનમાં વધારે આપવાનું છે. “જાત્રામાં ચાલતા કૂતરાને રોટલ” નથી બનવાનું, એટલે કે સંઘની સાથે કૂતરો જતો હોય તેને ખૂબ ખાવાનું મળે. પિતાને ભૂખ હોય તેટલું ખાઈને વધારાનું ખાવાનું દાટી દે છે, પણ તેને ખબર નથી કે આ સંઘ તે આગળ જવાનો છે. આવી રીતે ભ્રમમાં નહીં રહેલ મનુષ્ય જે કરવાનું હોય તે આજે જ કરી લે છે. તે આવતી કાલનો વિચાર નથી કરતો કે કાંઈ ભેગું કરી મૂકતો નથી.
આપણે રહેવાસી નથી, પ્રવાસી છીએ. આપણે આ વિસામે છે. અહીં સ્થિર રહેવાનું નથી, પણ અહીંથી બીજે જવાનું છે. યાત્રા અનંતની છે. આ યાત્રાને સમાપ્ત કરવી હોય તે અહિંસા, સંયમ, તપને જીવનમાં ઉતારવાના છે. આહાર, નિદ્રા, ભય મિથુનને જીતવાના છે. દાન, શીલ, તપ, ભાવથી જીવનને ઉર્ધ્વગામી બનાવવાનું છે.
૧૦૬
For Private And Personal Use Only