________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ ૪ સ્વાનુભવ
દ્રોણાચાર્ય બધા શિષ્યોને ભણાવી રહ્યા છે. તેમણે પાઠ આપે કે આત્માની સાધના માટે “ક્રિોધ કરીશ નહીં, ક્ષમા કરજે.” છો મા પુર માં કુર | આટલે પાઠ તે બધાને આવડી ગયો, પણ યુધિષ્ઠિરને તે ન આવડ્યો. ત્યારે ગુરુજીએ કહ્યું કે અત્યાર સુધી કેમ પાઠ ન આવડ્યો? એમ કહીને દ્રોણે યુધિષ્ઠિરને તમાચો માર્યો, પણ યુધિષ્ઠિરને ક્રોધ ન આવ્યું, પણ રમણતા તે સમતાની આવી. પછી તેણે કહ્યું : “ગુરુજી, હવે મને પાઠ આવડી ગયે.” આ સમયે બધા શિષ્ય યુધિષ્ઠિરની મશ્કરી કરે છે, પણ તેમણે બધાને ક્ષમા આપી. જે સમજેલ છે, તે અણસમજેલા બધાને સમજી શકે છે.
જીભ કેટલુંય ઘી ખાય છે. છતાં જીભ કદી ચીકણ થતી નથી, તેવી રીતે જગતમાં રહેવા છતાં ચીકાશથી જીવવાનું નથી, પણ અલિપ્ત રહેવાનું છે. બકરૂં બેં બેં કરે છે, તેમ મૃત્યુધામમાં જીવ “મારૂ, મારૂં', કરતાં ચાલ્યા જાય છે, પણ જ્ઞાનદશા આવતાં “મારૂં મારૂં” ચાલ્યું જાય છે.
૧૦૦
For Private And Personal Use Only