________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર જ નમન
સૂર્ય કહે છે. મેં અંધારાને જોયું જ નથી. સૂર્યનું અસ્તિત્વ જ પ્રકાશમય છે. આપણામાં જ્યારે જ્ઞાનદશા આવશે, ત્યારે વૈરભાવ આપણામાં નહીં હોય. અંતરના શત્રુને જે જીતે તેમનું નામ મહાવીર છે. યોગીઓને આધાર ભગવાન મહાવીર છે. મહાવીર ભગવાનને યોગીઓ નમન કરે છે. ઘડાને ભરાવવું હશે તો તેને નમવું પડશે. તેવી રીતે જેમને અમૃત જીવનઘટમાં ભરવું હશે, તેમને જરૂર ભગવાનને નમન કરવું પડશે. જેમને જ્ઞાન મેળવવું હોય તેમને પહેલાં તેમના હૃદયને કુમળું બનાવવું પડશે. માટીને કેળવવાથી સુંદર આકાર બને છે, તેમ જ્ઞાનીઓ આપણને નમનની કેળવણું આપીને આપણા જીવનને સુંદર બનાવે છે. નદીના કિનારાના ખેતરના પાક પણ પાણીના પૂરને નમન કરવાથી પિતાનું અસ્તિત્વ ટકાવે છે. ઝાડ નમતાં નથી, તો તે ઉખડી જાય છે. નમન કરવાથી આત્મા નમ્ર-વિનમ્ર બને છે.
For Private And Personal Use Only