________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય તે આખા જગતના માતાપિતા સમાન છે, તેમનામાં તે જીવો પ્રત્યે તારવાની અપાર કરુણા ભરી છે, તે તેમનું લેહી દૂધમાં કેમ ન ફેરવાય?
ભગવાન મધુર વાણીથી બોલ્યાઃ “ચંડકૌશિક, તું હવે બૂઝ (સમજ), ચેતન, બૂઝ.”
ચિંતન, મનન, ધ્યાનમાંથી ઉદ્દભવેલ શબ્દ બધું બદલાવી શકે છે.
ભગવાનની વાણી સર્પના હદયમાં સરી પ્રવેશી જાય છે. સપના ભાવ પલટાય છે ને જાતિસ્મરણ થતાં પિતાનું માથું ભગવાનના ચરણમાં નમાવીને પડી રહે છે, ને પશ્ચાત્તાપ તથા સહનશીલતા તેને સ્વર્ગ અપાવે છે.
મનની કેળવણી યોગ છે. વચન અને કાયાને ચલાવનાર મન છે. મનની વરાળ દ્વારા જીવનનું એન્જિન ચાલ્યું રાખ્યું છે. અસ્થિર મન સિદ્ધિ પ્રાપ્ત કરી શકતું નથી.
માણસનું મન જ્યારે પરમાત્મામાં એકાગ્ર બને, ત્યારે પાપોના ઢગલા થેડી જ વારમાં નાશ પામી જાય છે. રોગ પાપનો નાશ કરે છે. આત્મધ્યાનના યોગ દ્વારા આત્મામાં પ્રગટેલ અગ્નિ બધાં કમને બાળી નાખે છે.
ગથી વર્તમાન જીવનને પલટાવી નંખાય છે, આધિ, વ્યાધિ દૂર થાય છે. યોગ એ પારસમણિ છે.
For Private And Personal Use Only