________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
૬૫ ૪ ખેતી
શરીર ટકે છે. ખોરાકથી, તેમ આત્મા ટકે છે ધર્મથી. દુનિયામાં કરવા લાયક છું અને છોડવા લાયક શું છે તેને ખ્યાલ ધર્મથી આવે છે. માનવીની ધરતી ખેડયા વગરની પડી રહી છે, તેમાં ધર્મરૂપી મોતીની ખેતી કરવાની છે. ચોમાસાની શરુઆતમાં ખેતી કરીએ તે ચોમાસું પૂરું થતાં આપણું મન લીલુંછમ ખેતર બની જશે. આપણા અંતરને ઉકરડે નહીં, પણ સુવાસિત પુષ્પ જેવું બનાવવાનું છે. મહાપુરુષોનાં થે મોતીસમ પ્રેરણા આપી જાય છે. આવતી કાલનો વારસદાર સમાજ આપણી કરેલી ખેતી પર જ ઊભા રહેવાનો છે.
ખેડૂત પહેલાં જમીનને ખેડીને પિચી બનાવે છે, તેમ આપણું આત્માને માનવતાથી, કરુણાથી, દયાથી, વાત્સલ્યથી પિ બનાવવાનો છે. માનવ માનવ વચ્ચે સહાયક બનવાનું છે, નહીં કે દુશમન બનવાનું. કીડી મધમાખી, ઉધઈ જતુ હોવા છતાં એક બીજાને સહાયક બને છે.
For Private And Personal Use Only