________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪જ સમક્તિ દૃષ્ટિ
શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને ભૂલી જઈએ અને આત્માને ભૂલી માત્ર જડને વિચાર કરીએ તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાદષ્ટિની ધર્મ કરવાની વૃત્તિ માત્ર જડ પદાર્થ મેળવવા માટે જ છે. કેટલાક આત્માઓ સમતિ પામીને પાછું ગુમાવી દે છે અને જડ પદાર્થમાં પડી જાય છે સંધ્યા સમયે થોડું અજવાળું ને ડું અંધારું હોય તેમ પહેલાં સમ્યકત્વ આવ્યા પછી મિથ્યાત્વ આવે તેની બરાબર છે. સમક્તિ જીવનમાં આવીને ચાલ્યું જાય છે. પુદ્ગલમાંથી પુલની બુદ્ધિ જાય અને આત્માની બુદ્ધિ પ્રગટે અને ચતન્યનો પ્રકાશ પડે તેને ત્રીજું ગુણસ્થાન કહે છે. સમક્તિ આત્મા કદી દુઃખથી ગભરાતો નથી. જ્યારે દુઃખ પડે, ત્યારે મનમાં વિચારે છે કે મેં દુઃખનાં બીજ વાવ્યાં છે, તો દુઃખનાં ફળ હું ભોગવું છું. આવેલાં દુઃખ તે સમતાથી ભોગવે છે. આર્તધ્યાનથી નવું દુઃખ ઊભું નથી કરતો. - સગુણ આવી જાય અને ઈલકાબ મળે તે વાંધો નથી, પણ સદ્ગણે ન આવે અને ઈલકાબ મળે તો
For Private And Personal Use Only