________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩ % લાયકાત
જયારે આપણે કોઈને ઉપદેશ દેવા જઈએ, ત્યારે પહેલાં આપણામાં શુભ ભાવના હોવી જોઈએ. શુભ ભાવનાથી બીજા પર ઉપદેશની સારી અસર થાય છે.
ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પરથી નીચે આવ્યા, ત્યારે ઘણું તાપસને અક્ષયલબ્ધિ વડે ખીરનું પારણું કરાવે છે. તે ખીર ખાઈને પાંચસો તાપ ને કેવળજ્ઞાન થાય છે. ગૌતમ સ્વામી શુભ ભાવથી બીજા પાસે જતા.
બીજાને સુધારવા હોય તે તેની પાસે જઈને બધા આપવો જોઈએ. દૂરના બેધની કોઈ અસર થતી નથી. જ્ઞાનથી, સમજણથી અને વિચારોની આપલેથી મનુષ્યમાં બેધ ઉતરે છે. દુનિયામાં સમજણ માણસ અશક્યતામાંથી શક્યતા પ્રાપ્ત કરે છે.
ભગવાન મહાવીરે કહ્યું છે કે “તમારામાં અને મારામાં શો ફેર છે? મારામાં જે હતું તેને મેં બરાબર ઉપગ કર્યો, તેમ તમે તેને ઉપયોગ કરતા નથી. જે બનવું હોય તે બની શકાય છે, માત્ર મન, વચન અને કાયાની લાયકાત મેળવવી પડે છે.”
For Private And Personal Use Only