________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુમહિમા
૭૩ સાધુ - જે સહન કરે છે, સહયોગ આપે છે. સહાયતા કરે છે. તેને સાધુ કહે છે. લોઢાનો થાંભલો સમુદ્રમાં ડૂબી જાય પણ જે એ લોઢાને તપાવી, ટીપી, પાતળું કરીને જહાજનો આકાર આપવામાં આવે તો તે લોઢાનો બનેલો આકાર સમુદ્રમાં તરવા લાગે છે. સાધુ મહાત્મા પોતાની પાસે આવતા શિષ્યો, ભક્તો શ્રાવક કે શ્રાવિકા સૌને પ્રવચનરૂપી ઘણથી ટીપીને નૌકા જેવો આકાર આપે છે તેથી તે સૌ સંસાર સાગરને તરી જાય છે.
સાધુ-એન્જિનીયર છે, તે જીવનમાં પવિત્રતા અને સત્વરિત્રનું નિર્માણ કરે છે.
સાધુ - વકીલ છે, કારણ કે યુક્તિ – પ્રયુક્તિ દ્વારા સંસાર કારાગારથી જેલનિવાસી જીવોને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે.
સાધુ - વૈદ્યરાજ છે. ભવ્યજનોનો ભવરોગ મટાડવાનો ઉપાય બતાવી સ્વસ્થ અને નિરોગી બનાવે છે.
સાધુ - ટપાલી છે. જે ઘર ઘર જઈને ભગવન મહાવીરનો સંદેશો પહોંચાડે છે.
આવા સાધુજનોનું પણ કોઈવાર પતન થાય છે, તેના મુખ્યત્વે પાંચ “પપા' છે. પ્રવચન, પરિચય પેપર, પ્રસિદ્ધિ અને પ્રશંસા. પ્રવચનથી વક્તાને અહંકાર આવે છે. શ્રોતા પ્રવચનથી પ્રભાવિત થાય ત્યારે તે પોતાને જ્ઞાની માને છે. પરંતુ તે ભૂલી જાય છે, સાચા જ્ઞાની અહંકારથી દૂર રહે છે.
પતનનું બીજું કારણ અતિ પરિચય છે. સાધુને ગૃહસ્થ સ્ત્રી કે પુરુષનો નિરર્થક કે અતિ પરિચય હિતકારી નથી. ડૉક્ટર જ્યારે ક્ષયરોગના વિભાગમાં જાય છે ત્યારે કેવા સાવધાન રહે છે કે કાચિત ચેપ લાગી જાય નહિ. તે પ્રકારે સાધુ જનોએ સાવધાન રહેવું જોઈએ. નહિ તો રોગનો ઉપાય કરવાવાળો જ સ્વયં રોગી થઈ જાય છે.
પેપર-છાપાનો સ્વાધ્યાય હવે ફાલતો જાય છે.
તેમાં અમૂલ્ય સમય વ્યર્થ જાય છે. તેમાં પોતાનું નામ કે ચિત્ર પ્રસિદ્ધ થાય તો તે છાપું વાંચવામાં રસવૃદ્ધિ થાય છે. તે રસનો નશો મગજને ઘેરી લે છે. જેમ વ્યસની શરાબની પ્યાલીઓ ચઢાવે જાય છે તેમ પ્રસિદ્ધિના નશામાં ફસાયેલા સાધુ પણ પોતાનું નામ છાપામાં પુનઃ પુનઃ વાંચ્યા કરે છે. ચિત્ર હોય તો રાગથી જોયા કરે છે. અને વિચારે છે કે લોકો મારું નામ છાપામાં વાંચીને પ્રશંસા કરશે. જેમ ઈદ્રિયો વિષયમાં આસક્ત હોય છે તેમ મન પ્રશંસાસક્ત થઈ જાય છે.
For Private And Personal Use Only