________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
જીવન વિકાસનાં વીસ સોપાન પ્રશ્નોનું સમાધાન થાય છે. સમસ્યાઓ ઉકલે છે. અવળી સવળી બને છે. આખરે તેઓ મોક્ષમાર્ગ પ્રત્યે વાળે છે. આવો ગુરુમહિમા સાધકને માટે પર્યાપ્ત છે.
यह तन विषकी वेलडी गुरु अमृत की खान । सीस दियां जो गुरू मिले
तो भी रस्ता जान ॥ ગુરુદેવ પાસે તમે તત્ત્વજિજ્ઞાસાથી પ્રશ્ન લઈને જઈ શકો છો. પરંતુ તે પ્રશ્ન પ્રદર્શન માટે હશે તો તમને સ્વદર્શન પ્રાપ્તિની કોઈ સંભાવના નહિ રહે. ભગવાન મહાવીરને કે શ્રીકૃષ્ણને કોઈએ પ્રશ્ન પૂછ્યા નથી. કેવળ ગૌતમસ્વામી અને અર્જુન દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યા તેના ઉત્તર તેઓએ આપ્યા તે આપણે જાણીએ છીએ. પરંતુ સવાલ એ છે એ ઉત્તરદાતા મહાપુરુષોના મનમાં કંઈ પ્રશ્નો ઊઠયા હતા કે નહિ? પ્રશ્ન તો અવશ્ય ઊઠયાં હશે. પણ તે જ્યાંથી ઊઠ્યા ત્યાંથી જ તેમણે સમાધાન પ્રાપ્ત કર્યું હતું. જો મન વિષય-કષાયથી રહિત નિર્મળ હોય તો પોતાની શંકાઓનું નિરાકરણ સ્વયં થઈ જાય છે ચર્મચક્ષુથી જગત જણાય છે. અંતરચક્ષુથી આત્મા અનુભવાય છે.
દેણની દૃષ્ટિ સૂક્ષ્મ હોવી જોઈએ તે આત્માની વાત પૂછે, દેહની નહિ. કુરાનમાં કેટલા અક્ષર છે? ગીતામાં કેટલા શ્લોક છે? બાઈબલનો અનુવાદ કેટલી ભાષામાં થયો છે? ભગવતી ગ્રંથમાં કેટલા શ્લોક છે? આવા સ્થૂલ પ્રશ્નોનો આત્મા સાથે કોઈ સંબંધ નથી. એ ધર્મગ્રંથોનો આશય શું છે ? તેનો ભાવ શું છે ? કયા વિષયોનું સમર્થન છે ? એવા પ્રશ્નો તત્ત્વજિજ્ઞાસુને હોય છે.
સાબોતિ સ્વ-પરાજતિ સાપુ છે જે સ્વ – પરનું કાર્ય સિદ્ધ કરે તે સાધુ છે.
સાધુ સદા આત્મકલ્યાણને માર્ગે ચાલે છે. અને તે અન્યને એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. અરે ! તે મૌન રહીને પણ આશંકા દૂર કરે છે. તેથી તેમને મૌની કહેવામાં આવે છે. પ્રવચન કેવળ મુખથી જ થાય તેવું નથી મૌનથી પણ થઈ શકે.
"गुरोस्तु मौनं व्याख्यानम्, शिष्यास्तु च्छिन्नसंश्याः" (ગુરુ મૌન પ્રવચન કરે અને શિષ્યોના સંશય ટળે છે.)
For Private And Personal Use Only