________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
જીવન વિકાસનાં વીસ સોપાન આવા ખતરનાક કારણોથી સાધુજનોએ દૂર રહેવું જોઈએ. નહિ તો સંયમ માર્ગ ચૂકી જવાશે. સાધુનું જીવન આધ્યાત્મ પરાયણ હોવું જોઈએ. જે આધ્યાત્મિક સુખનો અનુભવ કરે છે, તે તેનું રહસ્ય સમજાવી શકે છે પણ જાદુઈ કળાની જેમ તેનો અનુભવ કરાવી શકે નહિ. દરેકે અનુભવ સ્વયં કરવો આવશ્યક છે. અન્યને અનુભવ કરાવવાની ચેષ્ટા કેવી જટિલ છે તે ઉદાહરણથી જોઈએ.
દિવાળીના દિવસો હતા. પ્રત્યેક ઘર સુશોભિત કરવામાં આવ્યાં હતાં નગરની રોશનીની સૌ પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં એક અંધ માનવે પ્રશ્ન પૂછયો, ““તમે જે પ્રકાશની પ્રશંસા કરો છો તે કેવો છે ?''
એક વ્યક્તિએ પ્રત્યુત્તર આપ્યો – “સફેદ' અંધ - “સફેદ કેવો હોય” વ્યક્તિ - “બગલાની પાંખ જેવો’ અંધ – બગલો કેવો હોય
વ્યક્તિએ પોતાના હાથને બગલાની ગર્દનની જેમ વાંકો વાળીને બતાવ્યું કે બગલો આવો વાંકી ગર્દનવાળો હોય અંધ - તે હાથને સ્પર્શીને બોલ્યો કે “હા, હવે મારી સમજમાં આવ્યું કે સફેદ કેવું વાંકુ હોય છે?
વ્યક્તિએ પોતાના કપાળે હાથ મૂક્યો કે “અરે !' હું આ અંધને શું સમજાવવા માંગતો હતો અને તે શું સમજી બેઠો ? સમય જતાં આંખની સારવાર દ્વારા તેને જોવાની શક્તિ મળી ત્યારે તેને વાસ્તવિક પ્રકાશનું જ્ઞાન થયું. તે પ્રમાણે જ્યારે સંયમ અને તપથી તમારું ચિત્ત નિર્મળ થશે ત્યારે તમને સ્વયં આધ્યાત્મિક સુખની વાસ્તવિક ભૂમિકા પ્રાપ્ત થશે.
તમે કોઈ ગુરુ પાસે પ્રશ્ન લઈને જાવ તો પવિત્ર ભાવથી ક્યો તો તમારું સમાધાન થશે.
એક વ્યક્તિએ ગુરુદેવને પ્રણામ કરી પૂછ્યું કે જો આપની આજ્ઞા હોય તો એક નાનો પ્રશ્ન પૂછું?”
ગુરુ – ‘તમે ક્યાંથી આવ્યા છો ?' વ્યક્તિ - મુંબઈથી ગુરુ – અને ક્યાં જવાના છો? વ્યક્તિ - દિલ્હી ગુરુ - મુંબઈમાં બાસમતી ચોખાનો ભાવ શું ચાલે છે?
For Private And Personal Use Only