________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તવ્ય
૬૯ જેમ આશાપૂર્ણ હોવું જોઈએ. નિર્મળની જેમ નિરાશા પૂર્ણ નહિ. વસ્તુ એક જ છે તે જોઈને એક હસે છે એક રડે છે. આપણે ફૂલોમાં કાંટા જોવાના નથી પણ કાંટામાં ખીલેલાં ફૂલોને જોવાનો અભ્યાસ કરવાનો છે. તેમાં બુદ્ધિનો સદુઉપયોગ છે અને તે જ કલ્યાણકારી છે. - ઉદાહરણાર્થ વકીલની કમાણી બુદ્ધિ પર આધારિત છે. તે નિર્દોષની રક્ષા માટે છે પણ સ્વાર્થી વકીલ તેનો ઉપયોગ અપરાધિઓની રક્ષા માટે કરે છે. કારણ કે તેમાં તેને અધિક ધન પ્રાપ્તિ થાય છે. મહાત્મા ગાંધી જ્યારે બૅરિસ્ટર થયા ત્યારે તેમણે નિયમ લીધો હતો કે તેઓ કદાપિ અસત્ય મુકદ્દમાઓનું કામ કરશે નહિ. જેમાં નિર્દોષ વ્યક્તિ ફસાઈ જાય તેવા મુકદમાઓને તે અસત્ય માનતા હતા નિર્દોષ વ્યક્તિઓની રક્ષા કરવી તે સજ્જન વકીલનું કતર્થ છે. તે જ પ્રમાણે અપરાધીઓને સજા આપવી તે પણ કર્તવ્ય છે.
ઇંગલેન્ડમાં એક ઘટના બની કે એક વ્યક્તિએ કોઈની હત્યા કરી. મરનારની પત્નીએ પોતાની ફરિયાદ સેશન કોર્ટમાં નોંધાવી. પણ કોઈ પુરાવો ન મળતાં હત્યારો નિર્દોષ છૂટી ગયો. તેથી તે મહિલાએ ઉપલી કોર્ટમાં અપીલ કરી, છતાં તે હારી ગઈ. ત્યાં પણ હત્યારો નિર્દોષ ઠર્યો.
મહિલા નિરાશ થઈ ગઈ. તે આર્થિક રીતે સંપન્ન હતી. હત્યારો નિર્દોષ છૂટે તેમાં તે સંતોષ માની લે તેમ ન હતું. તેણે મોય મોટા બેરિસ્ટરોને આગળ અપીલ કરવા સંપર્ક સાધ્યો. મુકદમો લડવા ઘણી કિંમત આપવા તે તૈયાર હોવા છતાં પુરાવાના અભાવે તેની ફરિયાદ આગળ ચલાવવા કોઈ તૈયાર ન હતું કારણકે સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં તે હત્યારો નિર્દોષ છૂટ્યો હતો. અને હજી પણ તે નિર્દોષ છૂટે તો બૅરિસ્ટરોની કીર્તિ ઘટે. અંતમાં તેને કોઈએ ભારતના બૅરિસ્ટર પં. મોતીલાલ નેહરુનું નામ સૂચવ્યું. તેમને આમંત્રણ આપવું એટલે ઈગ્લેંડના બૅરિસ્ટરોનું હળાહળ અપમાન મનાય છતાં મહિલાએ લાચારીથી પણ પંડિત મોતીલાલને કેસ લડવાને માટે જે કિંમત ચૂકવવી પડે તે માન્ય રાખી આમંત્રણ આપ્યું.
– આ કેસ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. પંડિત મોતીલાલ ત્યાં ગયા. તેમણે ફાઈલ મેળવી અને તરત જ જોયા વગર પાછી મોકલી.
સમય થતાં કેસની સુનાવણી શરૂ થઈ. પંડિતજી રોજ સમયસર પહોંચી ચૂપચાપ બેસીને સર્વ કાર્યવાહી જોયા કરતા અન્ય બૅરિસ્ટરો માનતા કે બિચારા ભારતીય બૅરિસ્ટર છે. તેની સમજમાં કંઈ આવ્યું જણાતું નથી. તેથી મૌન બેસી રહ્યા છે. મહિલા પણ મુંઝાતી હતી. કારણ કે આ મુકદ્દમા માટે આખરી કોર્ટ હતી, પછી તો સર્વ વાત કેવળ ઈશ્વરને હવાલે હતી.
For Private And Personal Use Only