________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન આખરે જજે જાહેર કર્યું કે સુનાવણીનો અન્તિમ ચુકાદો છે. આજે કોઈપણ પક્ષને જે કહેવું હોય તે કહી શકે છે.
મહિલા અને તેના સહાનુભૂતિ વાળા સૌની આશાભરી મીટ પંડિતજી તરફ હતી પણ તેઓ સૌ નિરાશ થયા કારણ કે પંડિતજીનું એ જ મૌન.
બીજે દિવસે ભરી સભામાં જજે નિર્ણય જાહેર કર્યો કે જે પહેલાં બન્યું હતું. હત્યારો નિર્દોષ જાહેર થયો, તેને મુક્ત કરવામાં આવ્યો.
મહિલા અત્યંત દુઃખી થઈ. તેની આંખોમાંથી ચોધાર આંસુ ટપકી પડ્યાં બરાબર તે જ સમયે પંડિતજી ઊભા થયા. જાણે આગ લાગી ગયા પછી કૂવો ખોદવાનો હોય ? તે ધીરેથી જ્યાં હત્યારો ઊભો હતો ત્યાં ગયા તે તો આજે ખૂબ ખુશ હતો. કારણ કે તે ખૂની હોવા છતાં નિર્દોષ છૂટ્યો હતો. પંડિતજીએ તેની સાથે હાથ મિલાવીને તેને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે “પરમાત્માનો આભાર માન કે તું નિર્દોષ છૂટી ગયો છું. પણ ભવિષ્યમાં કદી આવી ભૂલ પુનઃ કરતો નહિ.
હત્યારો - હું કંઈ એવો મૂર્ખ નથી કે આવી ગંભીર ભૂલ પુનઃ કરું? ત્યાં હાજર રહેલા સર્વ લોકોએ આ વાક્ય સાંભળ્યું. તે વખતે પંડિતજીએ જોરથી કહ્યું “લોર્ડ સાહેબ! શું આનાથી પણ અન્ય સાક્ષીની જરૂર છે ? તે પોતાના મુખથી જ કહે છે કે હું આવી ભૂલ પુનઃ નહિ કરું? તે પોતાના અપરાધની ગંભીરતા સ્વીકાર કરે છે.
પૂરી વાત બદલાઈ ગઈ. કાનૂન સાબિતી મળે તેના પર આધારિત છે. અપરાધ પોતે જ પ્રત્યક્ષ છતો થયો. હત્યારો સદોષ ઠર્યો તેને મૃત્યુ દંડની સજા મળી. મહિલાનું કાર્ય સિદ્ધ થયું તે અત્યંત પ્રસન્ન થઈ. ઈગલેડના બૅરિસ્ટરો ભારતીય બૅરિસ્ટરની બુદ્ધિકૌશલ્યતા પર ખુશ થયા, પંડિતજીએ પોતાનું અને દેશનું નામ ઉજ્જવળ કર્યું.
આ છે બુદ્ધિનો સદુપયોગ, તેને માટે માનસિક તત્પરતા તથા પ્રમાદરહિત મનોદશા આવશ્યક છે. આક્રોશ કે અધીરજથી બુદ્ધિ કાર્યકારી થતી નથી. પ્રમાદવશ બુદ્ધિ પણ વિશ્રામ કરે છે.
પ્રમાદવશ જીવો પ્રવચનમાં રાતની કસૂર કાઢવા આરામથી નિદ્રા લેતા હોય છે. વળી અધિનિદ્રાવસ્થામાં જે કોઈ શબ્દોનું શ્રવણ થયું તો તેનો આશય સમજવા વગર હાંકે રાખે છે. એક મનોરંજન કરે તેવું ઉદાહરણ છે.
એક વૈદ્યરાજના માતાજી નિયમિતપણે પ્રવચન શ્રવણ માટે જતાં હતાં. ગુરુદેવ પ્રવચનમાં પુનઃ પુનઃ જોરથી ઉચ્ચાર કરતા કે:
સમાં નીયમ મા પમાય”
For Private And Personal Use Only