________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
જીવન વિકાસનાં વીસ સોપાન
અને આકારની રોટલી બનાવી તેના પર હિસાબ લખીને જવું. રોટલી ખાવામાં શું મુશ્કેલી હોય !
બાદશાહ હેમૂની બુદ્ધિ કુશળતા પર પ્રસન્ન થયા તેમણે ભરી સભામાં હેમૂની પ્રશંસા કરી. આથી ઈર્ષાથી પ્રજ્વલિત થયેલા બે મુલ્લા કહે ‘આવું સમાધાન તો અમે પણ કરી શકીએ. આપ અમારી પરીક્ષા કરી શકો છો.’
બાદશાહ – ભલે હું તમારી પરીક્ષા કરીશ, તેમાં જે ઉત્તીર્ણ થશે તેને હું પ્રધાનમંત્રીનું પદ આપીશ તે પરીક્ષામાં હેમૂજી પણ હાજર રહેશે.
મુલ્લાજી - ભલે આપ પરીક્ષા કરો અમે તેનો જવાબ આપીશું. બાદશાહ હું એ જાણવા માંગુ છું કે એવું કેવું કાર્ય છે કે જે હું કરી શકું છું પણ ભગવાન કરી શકતા નથી ?
સવાલ સાંભળી સૌ ક્ષોભ પામી ગયા કારણ કે એના જવાબમાં ન રાજા ને કે ન ભગવાનને અપમાનિત કરી શકાય ઉત્તર સૂતો ન હતો. આથી પોતાની મૂંછ ઊંચી રાખવા તેઓએ ચોવીસ ક્લાકનો સમય માંગ્યો,
મુલ્લાજીએ આખી રાત જાગરણ કરીને કુરાનના પાનાં ઉથલાવી નાંખ્યાં પણ વ્યર્થ, જવાબ ન મળ્યો. આખરે તેમણે જવાબ શોધવાનું પડતું મૂક્યું, અને મનમાં કલ્પના કરીને ખુશ થયા કે આનો જવાબ હેમૂજી પણ શોધી નહિ શકે અને તેથી તે ખરેખર ફસાઈ જશે. કારણ કે તેના જવાબમાં ક્યાં તો રાજા કે ક્યાં તો ભગવાનનું અપમાન થવા સંભવ છે. અને જો તેમ થશે તો ફાંસીની સજા પામશે જેથી ઠંડા પાણીએ ખસ જશે. અને અમારો માર્ગ કાયમ માટે સાફ થશે.
આવી કલ્પનામાં રાચતા મુલ્લા દરબારમાં પહોંચ્યા હેમૂજી પણ ત્યાં
હાજર હતા.
બાદશાહ - ચોવીસ ક્લાકની મર્યાદા જવાબ માટે પૂરી થઈ સવાલનો જવાબ આપો. સર્વ મુલ્લાજી ચૂપચાપ નીચું જોઈને બેસી રહ્યા.
આખરે બાદશાહે હેમૂજી પ્રત્યે સૂચક દૃષ્ટિ કરી.
હેમૂજી - જહાંપનાહ ! આપ આપના રાજ્યમાંથી કોઈને દેશનિકાલ કરી શકો છો પણ ભગવાન એ કાર્ય કરી શકતા નથી, કારણ કે આપનું શાસન સીમિત છે. ભગવાનનું શાસન તો સર્વ જગત છે. તે કોઈને દેશ નિકાલ કરીને ક્યાં મોકલે ?
હેમૂજીનો બુદ્ધિની કુશળતાપૂર્વકનો પ્રત્યુત્તર સાંભળી બાદશાહ પ્રસન્ન થયા અને તેમનું બહુમાન કરીને પ્રધાનમંત્રીની પદવી આપી. નાણામંત્રીની
For Private And Personal Use Only