________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ખાલી પડેલી જગા પર મુલ્લાજીને મૂક્યા. છતાં હેમૂજીની પદોન્નતિ મુલ્લાજી સહી ન શક્યા નાણામંત્રીએ અન્ય પ્રતિષ્ઠિત મુલ્લાઓનો સાથ લઈ બાદશાહ પાસે એક પ્રસ્તાવ માન્ય કરાવી લીધો. તે અનુસાર હિન્દુઓ અને ખાસ કરીને જૈનો ઉપર ભારે કરવેરો દાખલ કરવામાં આવ્યો. જે કર ભરી ન શકે તેને જેલમાં પૂરવામાં આવ્યા. પૂરી જેલ શ્રાવક ગૃહસ્થોથી ભરી દીધી.
શ્રાવક હેમૂને આ હકીકતની જાણ થતાં ઘણું દુઃખ થયું પીડિત નાગરિકોને સહાય કરવી તે તેની ફરજ હતી. તે કંઈક ઉપાય વિચારવા લાગ્યા ઈર્ષાળુ મુલ્લાઓ ખુશ થતા હતા, કે હેમૂજી તેમના શ્રાવકોને છોડાવી શકવાના નથી અને તેથી તેના જાતિભાઈઓ પણ હેમૂજી પર નારાજ થશે કે પ્રધાનમંત્રી હોવા છતાં તે કંઈ કરી શકતા નથી અને જો તે તેમને બચાવવા પ્રયત્ન કરશે તો બાદશાહ નારાજ થશે અને તેને પદભ્રષ્ટ કરશે. બહુ ચતુર હતો ને બહુ ફસાયો.
હવે એવું બન્યું કે બાદશાહ જ્યારે શિકાર કરવા જતા ત્યારે પોતાની રાજમુદ્રા પ્રધાનમંત્રીને સોંપીને જતા, તે અવસર નો લાભ લઈ હેમૂજીએ એક કાગળ પર રાજમુદ્રાની છાપ મારી આદેશ કાઢ્યો કે કર ન ભરનાર જે અપરાધીને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવા. રાજમુદ્રાની છાપવાળા આદેશનો અમલ ન કરવાનું સાહસ કોણ કરે ? તેથી સર્વ અપરાધીઓને મુક્ત કરવામાં આવ્યા.
જ્યારે બાદશાહ શિકાર કરીને પાછા આવ્યા ત્યારે ઈર્ષાળુ મુલ્લાઓએ બાદશાહને જણાવ્યું કે જહાંપનાહ ! આપની રાજમુદ્રાનો દુરુપયોગ કરી હેમૂએ શ્રાવકોને જેલમાંથી કર વસૂલ કર્યા વગર મુક્ત કર્યા છે.
આ વાત સાંભળી બાદશાહ ક્રોધાવેશમાં આવી ગયા. તેમણે હેમૂને બોલાવી આક્રોશસહિત કહ્યું હે નાલાયક ! તને મેં રાજમુદ્રા એટલા માટે આપી હતી કે તું તેનો દુરુપયોગ કરીને અપરાધીઓને મુક્ત કરે ? તું આનું પરિણામ જાણે છે ? તારે કેવળ પ્રધાનમંત્રીપદનો જ ત્યાગ કરવો પડશે એટલું જ નહિ પણ આ દેહનો ત્યાગ કરવો પડશે. તારે તારા બચાવ માટે કંઈ કહેવાનું છે?
હેમૂ - જહાંપનાહ ! હું જાણું છું કે મેં આપનું લૂણ ખાધું છે તેથી આપની સાથે દગો કરવો ઉચિત નથી. વળી વિશેષપણે તો હું આપનું ક્યારે પણ બૂરું થાય તેવું ઈચ્છતો નથી. જે નાગરિકો જેલમાં હતા તે સર્વે અહર્નિશ આપનું ભલું ઇચ્છતા ન હતા. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આ શાસનનો સત્યાનાશ થાઓ હું આપનો સેવક છું. આપની
For Private And Personal Use Only