________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વિસ સોપાન જેના દિલમાં દયા હોય તે જ અહિંસક બની શકે. મહારાજા સમુદ્રવિજય અને મહારાણી શીવાદેવીના સુપુત્ર અરિષ્ટનેમિ હતા. તે દ્વારકાનરેશ ઉગ્રસેનની સુંદર કન્યા રાજમતી સાથે લગ્ન કરવા જાન સાથે દ્વારકા પહોંચ્યા. રથમાં બેઠેલા કુમાર નગરમાં પ્રવેશ કરતા હતા ત્યાં તેમની નજર એક વાડામાં પુરાયેલાં અને ગભરાયેલાં પશુઓ તરફ ગઈ. વળી તે સૌ ભયભીત થઈ આઠંદ કરતાં હતાં. એનું કારણ પૂછતાં જાણવા મળ્યું કે લગ્નમાં ઉપસ્થિત એવા સામિષાહારીના ભોજન માટે આ પ્રાણીઓનાં ટોળાંને પૂરવામાં આવ્યાં છે.
કુમારનું સંવેદનશીલ હૃદય આ સાંભળીને કરુણાથી ભરાઈ ગયું. આવી ભીષણ હત્યાનું કારણ માત્ર આ લગ્ન છે. તેથી આ હિંસાનો અપરાધ પણ પોતાનો છે તેમ માની તેમણે તરત જ તે વાડાનો દરવાજો ખોલીને પશુઓને મુક્ત કર્યા. દ્રવિત થયેલું મન એટલેથી શાંત ન થયું. તેમણે પોતાના સારથીને આદેશ આપ્યો કે રથ પાછો વાળો હવે હું રાજમતીની સાથે લગ્ન નહિ કરું પણ મોક્ષમતી સાથે લગ્ન કરીશ.
મહાપુરુષોના કથન અને જીવનમાં અંતર હોતું નથી. કુમાર લગ્નમંડપમાં જવાને બદલે પ્રવજ્યા ગ્રહણ કરી જંગલમાં ચાલી નીકળ્યા. અંતે કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ભવ્ય જીવોને મુક્તિમાર્ગનો ઉપદેશ આપતા રહ્યા. તે જૈન દર્શનની વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ થયા.
એવો પ્રસંગ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના જીવનનો છે. તેઓ રાજકુમાર અવસ્થામાં હાથી પર સવાર થઈને જતા હતા ત્યાં તેમણે નગરીની બહાર કમઠ તાપસને પંચાગ્નિ તપ કરતો જોયો. તેમણે જોયું કે આ તાપસ હિંસાયુક્ત અનુષ્ઠાન કરે છે. તેથી તેને ઉપદેશ આપ્યો કે હે તાપસ ! જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. આ તો કેવળ નાટક છે. આથી તાપસ ક્રોધે ભરાયો. અને તેણે રાજકુમારને અપમાનિત કર્યો.
રાજકુમારે કહ્યું કે તે હોમેલાં લાકડાંમાં નાગ-નાગણનું યુગલ બળી રહ્યું છે. તરત જ તેમણે પોતાના સેવકો પાસે તે લાકડાં બહાર કાઢીને ફાડી નંખાવ્યાં તો તેમાંથી દાઝી ગયેલું એક સર્પ યુગલ મૃતપ્રાય અવસ્થામાં નીકળ્યું. રાજકુમારે તેમને ધર્મનું શરણ આપી સદ્ગતિને માટે સહાય કરી.
' अवं खु णाणिणो सारं. जं न हिंसाइ किंचणं ॥ જ્ઞાનીના જ્ઞાનનો સાર એ છે કે તેઓ કોઈ જીવને મારીને દુઃખ આપતા નથી. તેમનો આચાર અહિંસક છે.
For Private And Personal Use Only