________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંસા
૪૩ દયાળુ અહિંસક વ્યક્તિ કેવળ મનુષ્ય પર નહિ પણ પશુઓ પર પણ દયામય વ્યવહાર કરે છે. વિશ્વવિખ્યાત નાટકકાર બર્નાર્ડશો શાકાહારી હતા અને શાકાહારનું દઢતાપૂર્વક સર્વત્ર સમર્થન કરતા હતા. એક દિવસ તેને કોઈ ભોજન સમારંભમાં જવાનું આમંત્રણ હતું. ભોજન તો સામિષ હતું જે બનશોને ત્યાજ્ય હતું. તેથી તેઓ પીરસેલા પાત્રવાળી જગાનો ત્યાગ કરી એક બાજુએ બેસી ગયા. શોને આમ બેઠેલા જોઈ એક મિત્રે કહ્યું કે મિસ્ટર શો ! જ્યાં નિરામિષ ભોજનની વ્યવસ્થા ન હોય ત્યાં સામિષભોજન લેવામાં કંઈ અયુક્ત ન માનવું. પોતાના ઘરમાં તેમ કરવું ઉચિત છે પણ જાહેર ભોજન સમારંભમાં જે મળે તે ગ્રહણ કરવું.
અહિંસાપ્રેમી શોએ તત્કાળ પ્રત્યુત્તર આપ્યો કે ““મારું ઉદર, ઉદર છે ગટર નથી, એ પેટ છે કબ્રસ્તાન નથી કે જેમાં શબને નાંખવામાં આવે” તે દિવસે શો ભૂખ્યા રહ્યા. આ પ્રસંગ અને તેમના વચનથી તે સમયે સૌ વિચાર કરતા થઈ ગયા. અને શાકાહારનો પ્રચાર થવા લાગ્યો.
એકવાર રાજા અકબરની સવારી જતી હતી. તે માર્ગમાં કેટલીય ગાયો ઊભી હતી. બાદશાહને લાગ્યું કે તે સઘળી ગાયો તેમના સામે જોઈ રહી છે. તેથી તેમણે બીરબલને પૂછયું કે આ ગાયો મારા સામું કેમ જોયા કરે છે ?
સમયાનુસાર વાણીના સદુપયોગ માટે કુશળ બીરબલે કહ્યું કે હે જહાંપનાહ ! આ ગાયો એમ કહે છે કે, અમે કેવળ ઘાસ ખાઈને જીવીએ છીએ. અમે કોઈને સતાવતાં નથી. અમે નથી ચોરી કરતાં, નથી અસત્ય બોલતાં કે કોઈનો વિશ્વાસઘાત કરતાં નથી, વળી અમે મનુષ્યોને દૂધ આપીએ છીએ જેથી મનુષ્યના શરીરનું પોષણ થાય છે. અમારા વાછરડા મોટા થઈને બળદ બનીને ખેતીમાં સહાય કરે છે. અમારા મરણ બાદ અમારી ચામડીનાં પગરખાં બને છે. અમારાં હાડકાંના પાવડર બનાવી માનવ તેનો ઉપયોગ કરે છે. અમે કોઈ હિંદુ મુસ્લિમના ભેદભાવ વગર અમારી સેવાઓ આપીએ છીએ છતાં કયા અપરાધને કારણે અમને કસાઈઓ કાપી નાંખે છે? આ રીતે આ ગાયો આપની પાસે ન્યાય માંગે છે.
બીરબલના મુખથી યુક્તિસંગત વાતનું શ્રવણ કરી બાદશાહ ગદ્ગદિત થઈ ગયો. તેમણે કતલખાનામાં ગોવધબંધીનો આદેશ આપ્યો અને જાહેર કર્યું કે જે ગોવધ કરશે તેને કડક સજા થશે. છતાં આજે સ્વતંત્ર ભારતમાં ગોવધબંધી નો કોઈ કાયદો રહ્યો નથી. આજે આપણે ગૌરવથી કહી શકીએ છીએ કે અહિંસક આંદોલન દ્વારા આ દેશને ગાંધીજીએ અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવવા પ્રયત્ન કર્યો હતો અને અંગ્રેજોએ પોતાની ઢબની સ્વતંત્રતા આપણને આપી હતી. આપણે એ જ દેશમાં જીવીએ છીએ !
For Private And Personal Use Only