________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જીવન વિકાસનાં વિસ સોપાન અહિંસા દ્વારા હિંસા પર વિજય મળે છે.
એક પ્રાચીન કથા છે કે મહારાજા પ્રસેનજિતના રાજ્યમાં અંગુલિમાર નામનો ક્રૂર માનવી રોજે સાત સાત હત્યા કરતો હતો. રાજા, પ્રજા બંને તેના ઉપદ્રવથી ત્રાસ પામી ગયાં હતાં. તે સમયે મહાત્મા બુદ્ધ તે પ્રદેશમાં વિહરતા હતા. તેમણે પોતાની અહિંસક શક્તિ દ્વારા તેને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો.
તેઓ પદયાત્રા કરીને તે ડાકુની અટવીમાં પહોંચ્યા અંગુલિમારે દૂરથી મહાત્માને જોયા અને પોતાની તલવાર ઉપાડી પણ તેણે જોયું કે એ વ્યક્તિ પાસે બચાવ માટે એક લાઠી પણ નથી. તેથી તે આશ્ચર્યમાં પડ્યો, છતાં આવેશથી ગર્યો કે હે મૂર્ખ ! તું મોતના મોંમાં શા માટે ધસી આવ્યો છે. શું તું જાણતો નથી કે હું માણસોને મારીને તેની આંગળીઓ કાપીને માળા બનાવીને પહેરું છું ? તને તારી આંગળીઓ વ્હાલી નથી શું ? તને ખબર નથી કે આ અટવી ભયંકર ડાકુઓની છે. હું તેમનો સરદાર અંગુલિમાલ છું. મને રોજ નવી નવી આંગળિયોની માળા પહેરવાનો શોખ છે. તેથી મારું નામ પણ અંગુલિમાલ છે. ઠીક, આજે તારી સુંદર આંગળીઓની માળા પહેરવાની તક મને મળશે.
મહાત્મા - હે ભાઈ ! માનવને હાથોની આંગળીઓ સુદત્ય કરવા માટે મળી છે કાપવા માટે મળી નથી.
| ડાકુ - અરે ! તુ મને ઉપદેશ દેવા આવ્યો છું. હમણાં જ તને તેનું પરિણામ બતાવું છું.
મહાત્મા – હે ભાઈ ! હું તો વિશ્વપ્રેમની ભાવના વાળો હોવાથી આત્મરણિતામાં આનંદ માણું છું. તેથી ઈચ્છું છું કે તું પણ મારી જેમ જીવન જીવી જા. જગતને પીડા આપવામાં જીવનની સાર્થકતા નથી પણ જગતના આંસુ લૂછવામાં છે. જેવી તને તારી આંગળિયો વહાલી છે તેવી રીતે સર્વને છે. અન્યની આંગળિયો કાપવાથી તેઓ દુઃખી થાય છે. માટે તું આવું ક્રૂર કાર્ય છોડી દે. શક્તિનો ઉપયોગ અન્યને દુઃખી કરવા માટે નથી પણ સૌનું ભલું કરવા માટે છે.
મહાત્માની અમીદષ્ટિ, વાત્સલ્યમયી વાણીથી અંગુલિમાલ પ્રભાવિત થયો. તેમના ચરણે પડી તે તેમનો શિષ્ય બન્યો બીજે દિવસે રાજા પ્રસેનજિત ઉપદેશ શ્રવણ માટે આવ્યો. ત્યારે તેણે આશ્ચર્ય સહ અંગુલિમાલને મુનિવેશમાં જોઈ તેને પ્રણામ કર્યા જે માનવ-ડાકુથી લોકો ભયભીત થતાં તે જ માનવ જ્યારે અહિંસક બન્યો ત્યારે સૌ તેને પ્રણામ કરવા લાગ્યાં.
For Private And Personal Use Only