________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૪૧
અહિંસા - ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે આ ત્રણ પ્રતિજ્ઞા દ્વારા હું અહિંસક બન્યો છું તેમના મંતવ્ય અહિંસાનું મહત્ત્વ આ છે.
૦ ધર્મનો મર્મ અહિંસા છે. ૦ અહિંસાનો અર્થ છે ઈશ્વર પર પરમ શ્રદ્ધા.
જેમ હિંસાની તાલીમમાં મરતાં શીખવું આવશ્યક છે, તેમ
અહિંસાની તાલીમમાં મરતાં શીખવું જરૂરી છે. ૦ મારા મનથી અહિંસાનો અર્થ – સર્વ જીવો પ્રત્યે પ્રેમ.
જેનું આપણે સર્જન કરી શકતા નથી તેનું વિસર્જન કરવાનો
આપણને કોઈ અધિકાર નથી. આવા અનુભવપૂર્ણ હાર્દિક ઉગારો દ્વારા અહિંસાના સ્વરૂપની વાસ્તવિકતા સમજાય છે. અહિંસાભાવથી કરેલાં કાર્યોમાં તિર્યંચ જેવાં મૂક પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે.
એકવાર એવો પ્રસંગ બન્યો કે દાહોદથી રતલામ તરફ જતી ગાડીના પાટે આલાવાડ નામનું એક સ્ટેશન આવે છે, ત્યાંનો સિગ્નલ પરનો માણસ સિગ્નલ આપવા જતો હતો. ગાડી પૂરજોશમાં આવતી હતી. તે જ પાટાપર એક માલગાડી ઊભી હતી. જો આવતી રેલગાડી પાટા ને બદલે તો બંને ગાડી ભયંકર રીતે અથડાય અને એ અકસ્માતમાં સેંકડો માણસોને જાનહાનિ થાય.
સિગ્નલ આપવાવાળો યથાસમયે ત્યાં પહોંચ્યો. પરંતુ સિગ્નલના થાંભલા આગળ એક કોબ્રાનાગ પોતાની ભયંકર ફેણ પસારીને બેઠો હતો. ક્ષણ બે ક્ષણનો સવાલ હતો. જે કોબ્રાનાગને દૂર કરવા જાય અને સિગ્નલ આપતાં વિલંબ થાય તો સેંકડો માનવો મૃત્યુને શરણ થવા સંભવ હતો. સિગ્નલ આપવાવાળા માણસે એક પળમાં નિર્ણય કરી લીધો કે મારા એકનો જીવ કદાચ જશે પણ આ અકસ્માત નિવારીને સેંકડો માનવો બચી જશે. વળી એવો ઉત્તમ પરોપકારનો અવસર મને ક્યાંથી મળે? તેણે નાગની ફેણ પર પગ મૂકીને સિગ્નલનો સંકેત આપી દીધો કે તરત જ આવતી ગાડીએ પાટા બદલી લીધા અને અકસ્માત થતો બચી ગયો.
આશ્ચર્ય ! આ માણસની શુભભાવનાને જાણે નાગ પામી ગયો હોય તેમ તેણે શાંતિથી સહી લીધું પણ દંશ મારવાની ચેષ્ટા ન કરી, અને ચૂપચાપ દૂર ચાલ્યો ગયો. જુઓ ! અહિંસાપાલનના પુણ્યનું તાત્કાલિક ફળ એ મળ્યું કે તે માનવ સ્વયં બચી ગયો અને સેંકડો માનવોને બચાવવા નિમિત્ત થયો વળી કેટલાય દૈનિક પત્રોમાં તેની પ્રશંસા થઈ. અને લોકોએ પણ પુરસ્કાર આપ્યો.
For Private And Personal Use Only