________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
જીવન વિકાસનાં વિસ સોપાન | સર્વ જીવો સ્વતંત્રતા ઈચ્છે છે, જીવ માત્ર બંધનથી મુક્ત થવા માગે છે. એ સર્વ અહિંસા દ્વારા શક્ય છે. વળી જે વાસ્તવમાં અહિંસક છે તે જ મોક્ષાર્થી હોય છે.
"मोक्षं ध्रुवं नित्यमहिंसकस्य ॥ सुक्ति मुक्तावली આ દુનિયામાં હિંસાનાં સાધનોની વૃદ્ધિ થતી જાય છે. તે અન્યોન્યથી ભયંકર હોય છે, અને અધિક વિનાશક હોય છે. પત્થર, લાઠી, તલવાર, ભાલા, તીર, બંદૂક, તોપ, અણુબોમ્બ, ન્યૂટ્રોન. હાઈડ્રોજન બોમ્બ આદિ ક્રમશઃ એકબીજાથી અધિક વિનાશક અને હાનિકારક શસ્ત્રોનું સર્જન મનુષ્ય મનુષ્યના સંહાર માટે કર્યું છે.
સન ૧૯૧૪ અને ૧૯૩૯ના બે વિશ્વયુદ્ધોનાં ભયંકર દુષ્પરિણામો દુનિયાથી અજાણ્યાં નથી. છતાં ત્રીજા યુદ્ધના ભણકારા સંભળતા જ રહે છે. આજે મહાસત્તાઓ પાસે એવા જંગી શાસ્ત્રોના ભંડાર છે કે તેનો જે ઉપયોગ કરવામાં આવે તો કોઈ એક રાષ્ટ્ર કે દેશ નહિ પણ સમસ્ત પૃથ્વી અને તેના પર આધારિત સર્વ પ્રાણીઓને ઓછામાં ઓછા સો વાર મરણને શરણ કરી શકાય. સર્વ સત્તાધારીઓ આ વાત જાણે છે છતાં શસ્ત્રોનું ઉત્પાદન વધતું જાય છે.
વળી વિશ્વમાં જેટલાં અણવિક અસ્ત્રનું ઉપાર્જન છે તેમાંથી પંચાણું ટકા તો કેવળ રશિયા અને અમેરિકાના શસ્ત્રાગારોને આધીન છે. બાકીના પાંચ ટકા અન્ય સમસ્ત રાષ્ટ્રો પાસે છે. એક સર્વેક્ષણના નિવેદન અનુસાર લગભગ એક અબજ રૂપિયાનું ખર્ચ પ્રતિદિન શસ્ત્રાસ્ત્રના ભંડારની વૃદ્ધિ ને માટે થાય છે, જે આ ધનરાશિનો ઉપયોગ કેળવણી કે પરોપકાર ના કાર્યમાં કરવામાં આવે તો પૃથ્વી પરનો સમસ્ત મનુષ્ય સમાજ સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે. પરંતુ સત્તાધારી, મહાત્વાકાંક્ષી નેતાઓની આંખ કોણ ખોલે ? કે આ સર્વ શસ્ત્રોની સામે અશસ્ત્ર એ જ સાચો માર્ગ છે. અને તે અહિંસા છે.
શસ્ત્રોના ઉપયોગમાં અશાંતિ છે, યુદ્ધ છે, ક્રૂરતા છે. અહિંસાના ઉપયોગમાં કેવળ શાંતિ, સહયોગ, દયાળુતા છે, તે અહિંસા પ્રેમીઓ ! વિચાર કરો કે કઈ વસ્તુ ઉપાદેય છે?
મોહનલાલ ગાંધી વિલાયત ગયા, ત્યારે તેમની માતાએ તેમને ત્રણ પ્રતિજ્ઞા કરાવી હતી.
૧. “હું દારૂનો સ્પર્શમાત્ર નહિ કરું' (પીશ નહિ) ૨. “હું માંસાહાર નહિ કરું ૩. “હું પરસ્ત્રીનો સ્પર્શ માત્ર નહિ કરું ”
For Private And Personal Use Only