________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જીવન વિકાસનાં વિસ સોપાન એક મુસ્લિમ મહાત્મા શેખ સાદીએ લખ્યું છે કે :
તમે કોઈ હાથીના પગ નીચે ચગદાઈને જેવું દુઃખ ભોગવો છો તેવું દુઃખ તમારા પગ નીચે ચગદાઈને કીડીને થાય છે.
આમ સર્વધર્મ સમ્મત અહિંસાધર્મ મહાન છે. જે થોડી ક્ષણો માટે અહિંસાધર્મને અલગ કરવામાં આવે તો પછી ધર્મમાં “ધર્મ” જેવું કંઈ રહેશે જ નહિ. અહિંસાના ભાવ દ્વારા સર્વ જીવસૃષ્ટિના સાર તત્ત્વનો સ્વીકાર થાય છે. ધર્મનો સર્વ બોધ આપણને અહિંસાભાવ પ્રત્યે લઈ જાય છે, અહિંસા એક મહાસાગર છે જે આપણને વિભિન્ન ધર્મોની સરિતા સાથે મિલન કરાવે છે.
सव्वाओवि नईओ, कमेण जह सायरम्भि निवडन्ति तह भगवईमहिंसां, सब्बे धम्मा सम्मिलन्ति ।
-संबोधत्तरी સમસ્ત પૃથ્વી પરની નદીઓ ક્રમશઃ સમુદ્રને મળે છે, તે રીતે સમુદ્રરૂપ ભગવતી અહિંસામાં સમસ્ત ધર્મ સમ્મિલિત થાય છે.
આજના યુગમાં સર્વધર્મસંમેલનના આયોજનની એક ઘેલછા ચાલી છે. દરેક ધર્મપ્રવર્તકો વિશ્વધર્મ સંમેલનનું આયોજન કરે છે, તેમાં દરેક ધર્મના પ્રતિનિધિઓ વક્તા તરીકે પોતાના સાજપર પોતાની તતૂડી વગાડે છે. આવા સંમેલન પાછળ આયોજકો લાખો રૂપિયાનું વ્યર્થ ખર્ચ કરી પરિશ્રમ ઉઠાવે છે પણ પરિણામ શૂન્યમાં આવે છે કેમ? કારણ કે તે આયોજનનાં મૂળમાં તે સૌના જીવનમાં અહિંસાની સ્થાપના થઈ નથી. તેથી આયોજન કરનાર ભલે પ્રતિષ્ઠા પામે પણ જીવનમાં અહિંસા પ્રતિષ્ઠા પામતી નથી.
ઉપરના શ્લોકમાં “સર્વે ધમ્મા સમ્મિલિત' કહ્યું છે. પણ જ્યારે પ્રવર્તનકારના જીવનમાં અહિંસાનું મૂલ્ય સ્થાપિત થયું હશે તો ધાર્મિક હિંદુ, સામ્પ્રદાયિક વિષ, અન્યોન્ય કટ્ટરતા અને અરસપરસમાં અસૂયા આદિ દૂર થશે. અહિંસાના પાલનમાં જ્યારે વાસ્તવિક અહિંસાના દર્શન થાય છે, ત્યારે જ વૈરવિરોધ શાંત થાય છે. પરસ્પર પ્રેમભાવ પ્રગટે છે. ભગવાન મહાવીર પ્રભુના જીવનમાં, સિદ્ધયોગીઓનાં જીવનમાં અહિંસા અપૂર્વ હોય છે.
अहिंसा प्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥ पातंजल योगदर्शनम् * જે કોઈ વ્યક્તિના જીવનમાં અહિંસા ચરિતાર્થ થાય છે તો તેના સાન્નિધ્યમાં રહેવાળા શત્ર - હિંસક પ્રાણી પણ વૈરભાવ નો ત્યાગ કરે છે.
For Private And Personal Use Only