________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અક્રોઘ (ક્ષમા-શાંતિ)
उपदेशो हि मूर्खाणाम् प्रकोपाय न शान्तये ।
पयः पानं भुजंगानाम्, केवलं विष वर्धनम् ॥ મૂખને ઉપદેશ આપવાથી તેનો ગુસ્સો વધે છે. પણ શાંત થતો નથી જેમ સર્પને દૂધ પિવડાવવાથી તેનું ઝેર વધે છે. ઘટતું નથી. અગ્નિ જેમ ત્વરાથી ભભૂકે છે તેમ ક્રોધી ઉતાવળિયો હોય છે તે અન્યને ત્વરાથી દુઃખ આપે છે. ક્રોધ એ અહંકારનું જ રૂપ છે. અહંકારને કારણે વ્યક્તિ ક્રોધ કરે છે જ્યારે તેના અહંકારને ચોટ લાગે છે ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠે છે. અપમાન કરવાવાળાનો તે બદલો લે નહિ ત્યાં સુધી તે શાંત થઈ શકતો નથી. કોઈ પણ પ્રકારે તે બદલો લેવા પ્રેરાય છે. આમ બંને વ્યક્તિ ક્રોધનો ભોગ બની પોતાના વારસદારોને પણ તે વારસો સોંપતા જાય છે. અને વેર ઝેર વધતાં જ રહે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે :
વોદો પીડું પાડું (ક્રોધ પ્રીતિને નષ્ટ કરે છે)
પદો વચ છે અહો ક્રોધથી પ્રાણી દુર્ગતિ પામે છે. ક્રોધ મૂર્ખતાથી પ્રારંભ થાય છે. પ્રશ્ચાતાપથી તેનો નાશ થાય છે.
ક્રોધી મૂર્તો હોય છે, તે ભલે શાસ્ત્રજ્ઞાન ધરાવતો હોય પણ તે મૂર્ખા છે. મુખ્યતયા ક્રોધી ક્રોધનો નશો ઊતરી ગયા પછી પસ્તાય છે પણ ક્રોધની દશામાં જે જે હાનિ થઈ, કર્મબંધન થયું તે કંઈ સુધારી શકાતું નથી. ક્યારેક તો તેનો પશ્ચાતાપ પણ વ્યર્થ જાય છે. મહા પુરુષાર્થ વડે તે પ્રકૃતિ સુધરે છે.
हरत्येकर्दिनेनैव ज्वरं पाण्मासिकं बलम्
क्रोधेन तु क्षणेनैव, कोटिपूर्वार्जितं तपः શરીરમાં પેદા થયેલો વર છ મહિનાની શારીરિક શક્તિને નષ્ટ કરે છે. પરંતુ ક્રોધ કરોડો પૂર્વના તપની શક્તિને નષ્ટ કરે છે.
ક્રોધનો સંસ્કાર પ્રાણીના ચિત્તમાં રહેલો હોય છે. નિમિત્ત મળતાં ઊભરાય આવે છે. તેને માટે લોકો એમ કહે છે કે શું કરીએ “ક્રોધ આવી ગયો” સંત વિનોબાજીનું કથન છે કે ક્રોધ માનવના મનમાં રહ્યો હોય છે બહાર નહિ, તે નિમિત્ત મળતાં પ્રગટ થાય છે. સરોવરના સ્વચ્છ પાણીમાં પત્થર નાંખવાથી ગંદકી ઉપર આવે છે. કારણ તે ગંદકી પાણીની નીચેના ભાગમાં જામેલી હોય છે. પરંતુ શહેરોમાં બનાવેલા સ્નાન માટેના હોજ કે (સ્વીમીંગ પુલ) સ્નાનાગારમાં પત્થર નાંખવાથી ગંદકી ઉપર આવતી નથી કેમકે તેના ઊંડાણમાં ગંદકી છે જ નહિ. તેમ સાચા સંતોના હૃદયમાં કષાયો
For Private And Personal Use Only