________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જીવન વિકાસનાં વીસ સોપાન જોઈએ ફરીથી ત્યાં જવ, તેમના ચરણોમાં બેસો, અશિષ્ટ વ્યવહાર માટે ક્ષમા માંગો અને તેમના ચરણમાં શીશ નમાવી શિક્ષણ માટે વિનંતી કરો.
આજ્ઞાકારી લક્ષ્મણ પુનઃ રાવણ પાસે ગયો અને રામની આજ્ઞા પ્રમાણે વર્યા. રાવણે શીધ્ર પ્રસન્નતાપૂર્વક રાજનીતિનું અનુભવપૂર્ણ શિક્ષણ આપ્યું.
કોઈ અંગ્રેજ તત્ત્વ ચિંતકે લખ્યું છે કે :
Be humble if you would attain to wisdom. Be humble still when wisdom you have mastered.
જો તમે જ્ઞાન પ્રાપ્તિ ઇચ્છતા હો તો નમ્ર બનો, અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે વધુ નમ્ર બનો.
૫. અક્રોધ (ક્ષમા-શાંતિ) શાંત સ્વભાવી ભવ્યાત્માઓ!
આ દેહમાં સમવસ્થિત આત્માનો સ્વભાવ પરમશાંતિ સ્વરૂપ છે, ક્રોધ આત્માનો સ્વભાવ નથી. જેમ જળનો સ્વભાવ શીતળ છે, તે અગ્નિના સંયોગે ઉષ્ણ થાય છે, પરંતુ અગ્નિનો સંયોગ દૂર થતાં તે સ્વતઃ શીતળ બને છે. કારણ કે જળનો સ્વભાવ શીતળ છે. તેમ આત્માનો મૂળ સ્વભાવ શાંતિ છે, પરંતુ બાહ્ય નિમિત્તને આધીન થઈ આત્માની અવસ્થામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. પરંતુ નિમિત્તના દૂર થવાથી આત્મા પુનઃ શાંત થઈ જાય છે. ક્રોધ આત્માની વિભાવદશા છે, તેથી તે અનિત્ય છે, શાંતિ આત્માનો સ્વભાવ છે. તે નિત્ય અને શાશ્વત્ છે.
ક્રોધ વ્યક્તિના વિનયગુણને ભસ્મ કરી દે છે. ક્રોધના આવેશમાં વ્યક્તિ પોતાની સમજદારી ગુમાવી દે છે, અને તે મન પર એવો પ્રભાવ પાડે છે કે બીજા સદ્ગુણો પણ દૂર રહે છે.
આશ્ચર્ય ! ક્રોધ, અન્યના અપરાધનો બદલો સ્વયં પોતાની હાનિ કરીને લે છે. ક્રોધ કરતી વખતે શરીરનું રક્ત બળે છે, સ્વાથ્યને નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવ થી દસ કલાક શારીરિક શ્રમ કરવામાં જેટલી શક્તિ ખર્ચાય છે તેટલી શક્તિ ફક્ત પંદર મિનિટ ક્રોધ કરવામાં ખર્ચાય છે.
ક્રોધ કાંટાથી પણ અધિક ભયંકર છે. કાંટો તો જેને વાગે છે તેને જ પીડા આપે છે પણ ક્રોધ તો અન્યોન્ય બંનેને પીડાકારી થાય છે.
ક્રોધી સમુદ્રની જેમ ગર્વિષ્ઠ હોય છે તે કોઈની સલાહનો સ્વીકાર કરતો નથી. તે કોઈનો ઉપદેશ સાંભળતો નથી પણ સૌને સલાહ આપે છે. જે કોઈ તેને સલાહ આપે તો તેનો ક્રોધ આસમાને પહોંચે છે.
For Private And Personal Use Only