________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જીવન વિકાસનાં વિસ સોપાન
अहंकारोऽपि बोधाय કોઈકવાર સત્ય અને તત્ત્વના ખપી એવાઓનો અહંકાર બોધ માટે થાય છે.
દૃષ્ટાંત : ચિત્તોડગઢમાં હરિભદ્ર નામે એક રાજ પુરોહિત રહેતા હતા. તે ચૌદ વિદ્યામાં નિપુણ હતા. સમસ્ત શાસ્ત્રોના વિશેષજ્ઞ વિદ્વાન હતા. એથી અહંકાર પણ વૃદ્ધિ પામ્યો. વાદવિવાદ કરતાં એવું કહેવા લાગ્યા હું જે કોઈની વાતને સમજી નહિ શકું તો તેનો શિષ્ય થઈશ એકવાર તે નગરમાં ફરતા ફરતા એક જૈન સ્થાનક પાસેથી પસાર થતા હતા ત્યાં તેમના સાંભળવામાં આવ્યું :
चक्टुिगं हरिपणगं, पणगं चीण केसवो चली,
केसव चकी केसव, दुचकी अ केसवो चली. બે ચક્રવર્તી, પાંચ (હરિ) વાસુદેવ, પાંચ ચક્રવર્તી એક (કેશવ) વાસુદેવ, એક ચક્રી એક કેશવ એક ચક્રી એક વાસુદેવ, બે ચક્રી એક કેશવ અને એક ચક્રી.
ઉપરની ગાથાઓનું સાધ્વી યાકિની પુનરાવૃત્તિ કરતાં હતાં, મુખપાઠ કરતા હતા હરિભદ્ર આ ગાથાનો અર્થ સમજી ન શક્યા, કેશવ હરિ તો સમજાયું પણ આ ચક્કી શું છે? અને તે પણ એક શ્લોકમાં છ વાર?
આશ્ચર્ય પામી હરિભદ્ર સાધ્વીની નજીક જઈને વ્યંગમાં બોલ્યા “ચક્રવાકવ કિ ચકચકાયતે માતઃ?
હે માતા! ચકલીની જેમ તમે આ ચીંચીં શું ચમકો કરો છો? યાકિની સાધ્વીએ ઉત્તર આપ્યો,”
જે નવા-યુવાન છે તે ચમકે છે હું તો વૃદ્ધા છું. હરિભદ્ર એનો જવાબ આપી ન શક્યા આથી પરાજિત થઈ તેમણે સાધ્વીજીને પ્રણામ કરીને ગાથાનો અર્થ પૂછ્યો.
- સાધ્વીજીએ વિનીતભાવે કહ્યું કે તમે એ ગાથાનો અર્થ મારા ગુરુદેવ પાસેથી સમજી લો તો યોગ્ય થશે. હરિભદ્ર ગુરુદેવ પાસે જવા તૈયાર થયા સાધ્વી યાકિનીની પાછળ પાછળ હારેલા ખેલાડીની જેમ હરિભદ્ર દોરાયા ઉપાશ્રયમાં જઈને સાધ્વી એ ગુરુજીને વંદન કર્યું. હરિભદ્ર સમજી ગયા કે આ ગુરુદેવ છે. તેણે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. ગુરુદેવે તેને વિશદતાથી અર્થ સમજાવ્યો. યથાર્થપણે ગાથાનો અર્થ જાણીને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે શિષ્યત્વ અંગીકાર કર્યું. અને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી.
For Private And Personal Use Only