________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન
૨૭ જીભ : હું બે મહત્ત્વપૂર્ણ કાર્ય કરું છું. ખાવું-પીવું અને બોલવું, જીભ દ્વારા વિવિધ સ્વાદ લઉં છું. દાંત વડે ચાવીને જીભની રક્ષા કરું છું. બોલવા ઉપરાંત ગાવાનું કામ પણ હું કરું છું.
નાક : મુખની શોભા મારા વડે છે. મારા વગર લોકો બે આબરૂ. મનાય છે. સુગંધ અને દુર્ગધ પારખવાની શક્તિ મારામાં છે જો શ્વાસ લેવાનું બંધ કરું તો શરીર મડદું થઈ જાય.
આંખો : શરીરને સર્વ પ્રકારનું માર્ગદર્શન હું આપું છું. સુંદર દશ્ય, સિનેમા. ટી.વી, ચિત્ર, મિત્ર વગેરે બતાવીને મનોરંજન કરું છું. મારા વગર લોકો અંધ કહેવાય છે. અને તેની દશા દયનીય બને છે. તેથી સર્વ અંગો કરતાં મારું મહત્ત્વ અધિક છે.
કાન : જો ન હોઉં તો મનુષ્ય બધિર કહેવાય છે. સંગીત, ઉપદેશ, વાર્તા સર્વનું શ્રવણ મારા વડે થાય છે. વળી શોભા માટે મને સુવર્ણ અલંકાર પહેરાવે છે. . મસ્તક : સર્વ અંગો મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે. વળી શરીરનાં કાર્યોથી થતાં સુખ દુઃખનો અનુભવ કરવા હું સમર્થ છું જો હું સમતોલપણું ગુમાવું તો લોકો ગાંડા કહેવાશે. મારું આવું મહત્ત્વ હોવાથી મારું સ્થાન શરીરમાં સૌથી ઊંચું છે.
અંતમાં આત્મારામે એક ચેતવણી આપી કે તમે સૌ શાણાં થઈને પોતપોતાનું કાર્ય કર્યા કરો, જો મારો આદેશ માન્ય નહિ કરો તો હું તમને સર્વને છોડીને અન્યત્ર ચાલ્યો જઈશ.
ઉપરની વાત સાંભળીને શરીરના સૌ સભ્યોએ આપત્કાલીન સભા બોલાવી અને એ ચેતવણીની ભાષા સમજવા માટે કોશિશ કરી. ત્યારે તેમના ખ્યાલમાં આવ્યું કે જે આ આત્મારામ ચાલ્યા જાય તો આપણું મૂલ્ય શું? આપણને તેના સિવાય કોઈ ઘરમાં પણ રાખશે નહિ, સ્મશાનમાં લઈ જઈને ફેંકી દેશે આખરે સર્વે મળીને ઠરાવ કર્યો કે હે આત્મારામ ! હવે અમે આવો ગર્વ નહિ કરીએ. તમારી આજ્ઞા મુજબ ચાલીશું.
આત્મારામ આ પ્રત્યુત્તરથી સંતુષ્ટ થયા. ત્યારથી શરીરના સઘળાં અંગો સંપીને રહેવા લાગ્યાં, એક બીજાને સહાય કરે છે. પગમાં કાંટો લાગે તો હાથ કામે લાગશે, આંખ જોવાનું કામ કરશે. કાંટો નીકળી જતાં બધાં જ અંગો ખુશી થશે.
અહંકાર વાસ્તવમાં તો દુર્ગુણ જ છે, છતાં કોઈવાર જ્ઞાનનું કારણ બને છે. તે સાપેક્ષ માનવું.
For Private And Personal Use Only