________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જીવન વિકાસનાં વીસ સોપાન
એક કાંકરીની અપેક્ષાએ મોટો છે. એ જ પત્થર અપેક્ષાએ નાનો છે અને મોટો પણ છે એમાં વિરોધ નથી.
અનેકાન્તને સ્યાદ્વાદ પણ કહેવામાં આવે છે.
એક વસ્તુમાં અવિરોધી અનેક ગુણોનો સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ છે.
સ્યાદ્વાદથી રહિત અર્થાત્ એકાંતવાદી વાણી ન બોલવી. II સ્યાત્ ॥ અપેક્ષાને સૂચવે છે. તેથી સ્યાદ્વાદને સાપેક્ષવાદ પણ કહેવાય છે. વૈદિક વિદ્વાનો તેને દૃષ્ટિસૃષ્ટિવાદ કહે છે.
અપેક્ષાએ વસ્તુમાં અનેક ગુણધર્મોનું અસ્તિત્વ માનવાવાળા અનેકાન્તના સમર્થક છે, એકાન્તવાદી કેવળ વસ્તુને એક જ દૃષ્ટિકોણથી જુએ છે. તેથી તેઓ જાણી શકતા નથી કે એક વસ્તુને વિવિધ દ્રષ્ટિકોણથી અન્ય પ્રકારે જોઈ શકાય છે. અનેકાન્તવાદમાં દુરાગ્રહ હોતો નથી.
એકાન્તવાદ રોગ છે. તેનું ઔષધ અનેકાન્તવાદ છે. બૌદ્ધદર્શન કહે છે ‘સર્વ ક્ષણિકમ્ ’ સર્વ અનિત્ય છે. વૈદિક દર્શન કહે છે ‘સર્વ નિત્યમ્ ' સર્વ નિત્ય છે. તેથી પ્રશ્ન ઊઠે કે વાસ્તવમાં વસ્તુ નિત્ય છે કે અનિત્ય ? અનેકાંતવાદી કહે છે કે :
જીનેવા વિષે વા કુવે વા” “ उत्पादव्यय धौव्ययुक्तं हि सत्
""
ઉત્પત્તિ, નાશ, તથા સ્થિરતા આ ત્રણ ગુણોથી યુક્ત સત્ (પદાર્થ છે).
દ્રવ્ય દૃષ્ટિથી જે પદાર્થ-વસ્તુ નિત્ય છે તે પર્યાયદૃષ્ટિથી અનિત્ય છે. સોનાનું કડું ગળાવીને હાર બનાવ્યો, વળી હાર તોડાવીને મુગટ બનાવ્યો, તો તેમાં કડું અને હારની અવસ્થા અપેક્ષાએ અનિત્ય છે. પણ સોનાના રૂપે તે નિત્ય છે. જે સોનું કડામાં હતું તે જ હાર અને પછી મુગટમાં રહ્યું છે. એ પ્રમાણે અન્ય પદાર્થો વિશે સમજવું. તંદુરસ્ત ક્ષુધાતુરને માટે ભોજન કરવું યોગ્ય છે પણ દર્દીને માટે અયોગ્ય છે. એક જ પ્રકારનું ભોજન અપેક્ષાએ યોગ્ય છે અને અયોગ્ય પણ છે.
જે લોકો સ્યાદ્વાદને સંશયવાદ કહે છે તેઓ અનાભ્યાસી છે. તેઓ તેની યથાર્થતા સમજવાની કોશિષ કરે તો બંનેનું અંતર સમજી શકે. સંશયવાદમાં બંને પ્રકાર અનિશ્ચિત છે જેમ કે ‘આ સર્પ હશે કે દોરડું હશે ?' પરંતુ સ્યાદ્વાદમાં બંને પ્રકાર નિશ્ચિત છે. જેમકે દ્રવ્યદૃષ્ટિએ વસ્તુ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ વસ્તુ અનિત્ય છે. અધ્યાત્મ ઉપનિષદમાં લખ્યું છે કે :
For Private And Personal Use Only