________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
અનેકાન્ત
બીજે દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો વગડાવ્યો કે રાજ્યના મંત્રીનો એક ગુપ્ત અપરાધ થયો છે તેથી આજે ભોજન સમય પછી એક કલાક થયે તેમને ફાંસી દેવામાં આવશે.
આ બાજુ રાજાએ ગળપણ વગરની અને મસાલા વગરની રસોઈ બનાવરાવી યથા સમયે બંનેએ સાથે ભોજન કર્યું, પછી રાજાએ મંત્રીને પૂછ્યું કે આજનું ભોજન તમને કેવું લાગ્યું?
મંત્રી – આજનું ભોજન આપના આદેશ અનુસાર બન્યું હતું તેથી તે સુંદર હોય તેમાં કોઈ સંદેહ નથી, પરંતુ સત્ય વાત એ છે કે એક કલાક પછી મને ફાંસી મળવાની છે તેથી મને તે ભોજનમાં કંઈ જ સ્વાદ આવ્યો નથી. કેવળ જેમ તેમ કોળિયા ગળે ઉતારતો હતો.
રાજા જનક : મંત્રી ! તમને ફાંસીએ ચઢાવવાના નથી. તે તો કેવળ તમારા પ્રશ્નના જવાબ માટે યોજના હતી, મૃત્યુના ભયથી તમારી જીભના સ્વાદનો અનુભવ બંધ થઈ ગયો તેનો તમને અનુભવ થયો. મૃત્યુ તો સંસારમાં દરેક પ્રાણીનું અવશ્ય થવાનું છે, છતાં એ વાત મુખ્યત્વે કોઈને સ્મરણમાં રહેતી નથી. જે યાદ રહે તો જીવો અનાસક્ત રહે. હું નિરંતર મરણનું સ્મરણ કરું છું. તેથી પાંચે ઈદ્રિયોના વિવિધ વિષયોના ભોગમાં મને કંઈ જ સ્વાદ આવતો નથી. એ કારણથી હું દેહમાં રહેતો હોવા છતાં લોકો મને વિદેહી કહે છે. વિદેહીનું રહસ્ય છે અનાસક્તિ અને સાચી અનાસકિતનો પાયો છે વૈરાગ્ય. વૈરાગ્ય વિનાની અનાસકિત આંખ વિનાના દેહ જેવી છે.
૩. અનેકાન્તા સહયોગપ્રેમી સજ્જનો!
ભગવાન મહાવીરે ૨૫00 વર્ષ પહેલાં અનેકાન્ત સિદ્ધાંતના સામર્થ્ય પર તે કાળે પ્રવર્તતા ત્રણસો ત્રેસઠ ભિન્ન ભિન્ન મતોનો સુંદર સમન્વય પ્રસ્તુત કર્યો હતો. અનેકાન્ત શું છે?
અનેક દ્રષ્ટિઓ દ્વારા એક વસ્તુને જોવી તે અનેકાન્ત છે.
જેમ કે એક મનુષ્ય કોઈનો પિતા છે, કોઈનો પતિ છે, કોઈનો મામા છે તો કોઈનો ભાઈ છે. છતાં તે હકીકત વાસ્તવિક છે તેમાં વિરોધ નથી.
જમની પર પડેલો પત્થરનો ટુકડો પહાડની અપેક્ષાએ નાનો છે, અને
For Private And Personal Use Only