________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
જીવન વિકાસનાં વીસ સોપાન
જીવન-મૃત્યુ કે શત્રુ-મિત્રતા સાથે મારે કોઈ સંબંધ નથી. સંસારમાં રાગ-દ્વેષ રહિત થઈ કેવળ નાટકના પાત્ર તરીકે અનાસક્ત ભાવથી આપણે આપણાં કર્તવ્યોનું પાલન કરવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાસક્તિના અભ્યાસનું એક સાધન છે મરણનું સ્મરણ
ભરત ચક્રવર્તીની અનાસક્તિનો આધાર મરણનું સ્મરણ હતું. એક દિવસ ભગવાન ઋષભદેવે ભરતના અનાસક્તભાવની પ્રશંસા કરી. જનસમુદાયમાં એક સોનીને વિકલ્પ થયો કે પિતા પુત્રની પ્રશંસા કરે તેમાં શું મોટી વાત છે ?
આ વાત રાજ્યના મંત્રીના સાંભળવામાં આવી. મંત્રીએ એક દિવસ તે સોનીને રાજસભામાં બોલાવીને તેલથી પૂર્ણપણે ભરેલો સોનાનો વાટકો આપ્યો અને કહ્યું કે તમે ‘‘આ વાટકો બંને હાથમાં ધારણ કરીને નગરમાં એક આંટો મારી આવો, પણ જો જો વાટકામાંથી એક ટીપું પણ ભોંય પર પડવું જોઈએ નહિ, જો એક પણ ટીપું ભોંય પર પડશે તો તમારો શિરચ્છેદ થશે, અને સંપૂર્ણ તેલ સુરક્ષિત રહેશે તો આ સોનાનો વાટકો તમને ભેટ મળશે.
રાજઆજ્ઞા માન્ય કરી સોનીએ હાથમાં સોનાનો વાટકો લઈ ચાલવા માંડ્યું. મંત્રીએ કરેલા પ્રયોજન પ્રમાણે નગરમાં સ્થળે સ્થળે સંગીત, નૃત્ય આદિ વિવિધ કાર્યક્રમો થતા હતા. છતાં સોનીનું ધ્યાન તો વાટકામાં રહેલા તેલ પ્રત્યે જ હતું. તેલને સંપૂર્ણ સુરક્ષિત રાખી સોની રાજસભામાં હાજર થયો. શરત પ્રમાણે મંત્રીએ તેને સોનાનો કટોરો આપી દીધો. અને કહ્યું કે તમને આવું કષ્ટ આપવાનું કારણ એ હતું કે જે પ્રકારે મૃત્યુના ભયથી તમારું સંપૂર્ણ ધ્યાન તેલ પ્રત્યે કેન્દ્રિત હતું તે પ્રકારે ભરત ચક્રવર્તી હોવા છતાં તેમનું ધ્યાન તેમના કર્તવ્ય પર રહે છે. મરણનું સ્મરણ તેમને સાંસારિક સુખોમાં અનાસક્ત રાખે છે. તેથી વીતરાગ ૠષભદેવે નિસ્પૃહતા વડે તેમની પ્રશંસા કરી હતી. તે પુત્રની પ્રશંસા ન હતી પણ એક અનાસકત રાજાની પ્રશંસા હતી.
સોની આ હકીકત સાંભળીને પ્રસન્ન થયો અને પોતે અનાસક્તભાવને આરાધતો થયો.
આવું જ બીજું દૃષ્ટાંત રાજા જનકનું છે. તે ‘‘વિદેહી’’ કહેવાતા હતા. એકવાર તેમના મંત્રીએ પૂછ્યું મહારાજ ! દેહમાં રહેવા છતાં આપને સૌ વિદેહી કહે છે તેનું રહસ્ય શું છે ?
જનક રાજા કાલે તમે મારે ત્યાં ભોજન અર્થે આવજો ત્યાં તમારા પ્રશ્નનો જવાબ આપીશ.
For Private And Personal Use Only