________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
અનાસક્તિ સ્ત્રી પોતાના એકના એક સંતાનની લાશ ગળે લગાડીને મહાત્મા બુદ્ધ પાસે આવી અને આક્રંદ કરીને બોલી કે ““આપ તો શક્તિમાન છો પ્રભુ ! મારા બાળકને જીવતો કરો. હે કરુણા સાગર ! આપ દયાળુ છો મારા પર થોડી દયા કરો.”
મહાત્મા બુદ્ધ કરુણાયુક્ત દૃષ્ટિ કરી બોલ્યા, “હે બાઈ! મંત્ર દ્વારા તારા પુત્રને હું સજીવન કરીશ પણ તું ગામમાં જા અને જે ઘરમાં આજસુધી કોઈ મૃત્યુ પામ્યું ન હોય તેવા ઘરેથી રાઈના દાણા લઈ આવ. મહાત્માએ બાઈની દૃષ્ટિ ખોલીને તેને સ્વયં સમજણમાં લાવાનો પ્રયાસ કર્યો.
પોતાનો પુત્ર સજીવન થશે તેવી આશામાં બાઈ તો પ્રસન્ન થઈને ગામ તરફ ચાલી, ગામમાં તે સવારથી સાંજ સુધી ઘરે ઘરે ફરી પણ વ્યર્થ. મહાત્માએ કહ્યું હતું તેવું ઘર તેને મળ્યું નહિ કે જ્યાં આજ સુધી કોઈનું મૃત્યુ થયું ન હોય. તેથી તે પાછી ફરી, મહાત્મા બુદ્ધે તેને સમજાવી “જે પ્રાણી જન્મ લે છે તે અવશ્ય કરે છે. સંસારનો વ્યવહાર કોઈના મૃત્યુથી રોકાતો નથી. માળી આજે ફૂલોને તોડી લે છે, કાલે બીજી કળીઓ ફૂલ બને છે, તેને પણ માળી તોડે છે. એમ ચાલ્યા જ કરે છે, જે જન્મે છે તેને એક દિવસ મરવું પડે છે. તું કે હું કોઈ અમર નથી.” આ ઉપદેશનું શ્રવણ કરી તે બાઈ બોધ પામી.
રામ અને પાંડવોએ મહેલનાં સુખોનો ત્યાગ કરી વનવાસ સેવ્યો હતો. તે પ્રમાણે આપણને આ કાયાનું ભવન છોડવાનો સમય આવશે, ત્યારે શું ભવન રોતું રહેશે? ધારો કે કોઈ લૂંટારો હથિયારના જેરે તમારી ધનની થેલી લૂંટી લે તો તે ધન દુ:ખી થશે કે રોવા લાગશે ? ભવન અને ધનની જેમ સમસ્ત વિશ્વની સ્થિતિ નિરપેક્ષ છે કોઈ કોઈના પ્રતિ આસક્ત નથી. તો પછી તમે શા માટે સાંસારિક જડ વસ્તુઓ માટે રડો છો ? દુઃખી થાવ છો ? આસક્ત બનો છો ?
જ્યારે કોઈને સર્પ કરડે ત્યારે તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે. તે પ્રમાણે આસક્તિવશ જીવનસંસાર મીઠો લાગે છે. પરંતુ તે કેવળ ભ્રમ છે. સંસારની આસક્તિનો નાશ કરવા એક વાતને જાણી લેવી કે આ સર્વ નાટક છે.
રામલીલામાં એક રાવણ બને છે, બીજો હનુમાન બને છે, તે લંકાનું દહન કરે છે. ત્રીજો રામ બને છે તે રાવણને મારે છે. દર્શકો પ્રસન્ન થઈ તાલીઓ પાડે છે. બીજી બાજુ રાવણ, હનુમાન અને રામના અભિનય કરનારાં પાત્રો મજાથી ચા પીએ છે. ત્રણેમાંથી કોઈ દર્શકોની તાળીઓથી રાજી કે દુઃખી થતું નથી. રાવણ સમજે છે કે હું કેવળ નાટકનું પાત્ર છું
For Private And Personal Use Only