________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
જીવન વિકાસનાં વીસ સોપાન અધિક છે. શરીર માટે ધનની આસક્તિ છૂટે છે, તો પછી આત્મા માટે આસક્તિ કેમ છૂટતી નથી ?
૨. દષ્ટાંત : મહારાષ્ટ્રના મનોર ગામમાં અમારો ઉતારો હતો. રાત્રે ભારે વર્ષા થઈ. સામે એક આદિવાસીની ઝૂંપડી હતી તે ખૂબ જ પાણીથી ભીંજાઈ ગઈ. સવારે રસોઈ કરવાને લાકડી ચૂલામાં નાંખી. ઘણો પ્રયાસ કરવા છતાં લાકડાં સળગ્યાં નહિ. ઘરમાં બાળકો ભૂખ્યાં થયાં હતાં. ઘરની સ્ત્રી બાજુમાંથી સૂકાં લાકડાં લઈ આવી અને તેના વડે ખીચડી તૈયાર કરી.
આ દૃષ્ટાંત આપણને આપણા કાર્યની પદ્ધતિ બતાવે છે. સાધુજનો શા માટે પ્રવચનો કરે છે ? તેઓ શ્રોતાના મગજરૂપી પાત્રમાં ધર્મરૂપી ખીચડી સિદ્ધ કરવા ચાહે છે. પરંતુ આસક્તિ રૂપી જળમાં જ્યાં સુધી ચિત્ત ગળાબૂડ છે ત્યાં સુધી સાધુજનોના એ પ્રયાસનો અર્થ સરતો નથી. અનાસક્તિના તાપથી જ્યારે ચિત્ત સૂકું બનશે ત્યારે એ પ્રવચનો દ્વારા આગ પ્રજ્વલિત થશે, ત્યાર પછી ખીચડી સહેલાઈથી સિદ્ધ થશે.
પરિવારની આસક્તિ મનને સંતાપ આપે છે, પણ અનાસક્તિ સંતોષ આપે છે.
વિશ્વવિજેતા સમ્રાટ સિકંદર મૃત્યુ પામ્યો. તેના શબને કબરમાં દાટી દેવામાં આવ્યું. ત્યારે તેની મા રડતી રડતી ત્યાં પહોંચી અને કરુણ અવાજે પૂછવા લાગી કે “મારો પ્યારો પુત્ર ક્યાં છે? તેને કોણે દાટી દીધો ? મારો પ્રાણ લઈ લો પણ મને મારો પ્યારો પુત્ર પાછો આપો. હું એના વગર જીવી શકીશ નહિ.”
ત્યાં એક ફકીર હાજર હતા, તેણે કહ્યું કે હે બાઈ ! તું કોને સંબોધે છે ? સિકંદર તારો પુત્ર હોત તો તને દુઃખી કરીને, તારો ત્યાગ કરીને ચાલ્યો જાય નહિ. માટે સંસારમાં કોઈ કોઈનું છે જ નહિ.
यह संसार महासागर है, हम मानव हैं तिनके,
ईधर उधरसे बहकर आये, कौन यहां पर किनके ? હે બાઈ ! આ કબ્રસ્તાનમાં હજારો પુત્રો દટાઈ ગયા છે, કોઈ પોતાની માતાના આઝંદથી બહાર આવ્યું નથી. અરે ! તું પણ એક દિવસ આ સર્વની જેમ જમીનમાં દટાઈ જઈશ માટે તારા પુત્રનો મોહ છોડી દે અને પ્રભુ પ્રત્યે પ્રીત કર.
ફકીરનો આવો ઉપદેશ સાંભળી તે બાઈ પુનઃ સ્વસ્થ થઈ અને ત્યાંથી પાછી વળી.
બુદ્ધના સમયમાં આવો એક પ્રસંગ બન્યો હતો. એક વૃદ્ધ વિધવા
For Private And Personal Use Only