________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન પણ અચૌર્યવ્રત સ્વીકારવાનું છે. અંતરમાં પણ પરપદાર્થને ગ્રહણ કરવાની અભિલાષાનો સર્વથા ત્યાગ કરવાનો છે. પછી માનપૂજા હો, ધર્મનાં બાહ્ય અનાવશ્યક સાધનો હો, સર્વને માટે સાવધાની પૂર્વક ચર્ચા કરવાની હોય છે. જેથી એક વ્યર્થ તૃણનું ઋણ ચઢે નહિ.
આ અધ્યાયના દૃષ્ટાંતો સૂચવે છે કે અન્યનું તો ગ્રહણ ન કરવું પણ પોતે સંગ્રહ કરેલી વસ્તુનો અન્યને ઉપયોગ હોય, તો તે વસ્તુનો માલિકીભાવ પણ ન રાખવો. અને જેને જરૂર હોય તેને લેવા દેવી, ચોરી કરનારને ચોરભાવે ન જોતાં આત્માતરીકે સ્વીકાર કરવો, આથી એ મનુષ્યનું હૃદય પરિવર્તન સહેજે થઈ જશે. તેમાં તેમનું સાચું વ્રત જ પ્રગટ થાય છે.
૨. અનાસક્તિ હે વિરક્તોપાસક સજ્જનો!
પરમવિરકત પ્રભુ મહાવીરે વિરક્તિને, મુક્તિને માટે આવશ્યક અંગ માન્યું છે. તે માટે જેમ સાપ કાંચળી છોડી દે છે તેમ સાધકે મમત્વનો ત્યાગ કરવો આવશ્યક છે.
માનવ જન્મતાંની સાથે જ મમતાથી ઘેરાઈ જાય છે. આહારાદિ સંજ્ઞામાં તન્મય થાય છે, પછી ક્રમે કરી મારાં રમકડાં, મારાં માતા-પિતા, મારું શરીર, મારા મિત્ર, મારા પડોશી, મારો પરિવાર, મારું ઘર ઈત્યાદિ, મારું મારું કરતાં પુરું જીવન વ્યતીત થઈ જાય છે. જે વસ્તુપર જીવને મમત્વ થાય છે તે વસ્તુ બગડી જતાં, નષ્ટ થતાં, ખોવાઈ જતાં, ચોરાઈ જતાં જીવ દુઃખી અને નિરાશ થઈ જાય છે. અને તે પાછી મેળવવા આક્રંદ કરે છે. એક કવિએ પ્રતિપાદિત કર્યું છે કે :
यस्मिन् वस्तुनि ममता, मम संताप तत्रैव,
यत्रैवाऽहमुदासे तत्र मुदाऽऽसे स्वभाव संन्तुष्टः। જે જે વસ્તુમાં મારી મમતા થાય છે, તેમાં મને સંતાપ થાય છે, અને જે વસ્તુની હું ઉપેક્ષા કરું છું. ત્યાં સ્વભાવતઃ હું સંતુષ્ટ રહું છું. બે શબ્દ અપેક્ષા-ઉપેક્ષા
ફક્ત “અ” અને “ઉ”નું અંતર છે. પરંતુ પરિણામમાં જમીન આસમાનનું અંતર છે. અપેક્ષા-ઇચ્છા જે સંસાર ભ્રમણ નું નિમિત્ત કારણ છે; અને ઉપેક્ષા - ઇચ્છા રહિત – વિરકિત, સંસાર પરિભ્રમણને સમાપ્ત કરી મોક્ષ સુધી પહોંચાડે છે.
For Private And Personal Use Only