________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અચૌર્ય
બાબાજી ! હું દૂરથી આવું છું અપંગ હોવાથી ચાલીને થાકી ગયો છું. હવે ચાલી શકું તેમ નથી. આપ મને સહાય કરો. ગામના બજારમાં મને ઉતારી દેજે.
સ્વભાવથી જ દયાળુ બાબા ભારતીએ એ અપંગને ઘોડા પર બેસાડી, પોતે લગામ હાથમાં પકડી ચાલવા માંડ્યું. આઠ દસ પગલાં આગળ ચાલ્યા હશે. ત્યાં તો અચાનક ઝટકો આવ્યો અને તેમના હાથમાંથી લગામ છૂટી ગઈ, પેલો અપંગ જણાતો માણસ ક્ષણમાત્રમાં તો ટટ્ટાર થઈ ગયો, અને બોલ્યો, બાબાજી ! હું ડાકુ ખડગસિંહ છું. હવે આ ઘોડો મારી માલિકીનો છે. ઘોડો ચોરવા મેં અપંગ હોવાનો ઢોંગ કર્યો હતો.
બાબા-ભલે તું ઘોડાનો માલિક બને, પણ આ વાત કોઈને કહીશ નહિ, કારણ કે આવી વાત સાંભળીને કોઈ અપંગોને સહાય કરશે નહિ. ઘોડાને પ્રેમપૂર્વક પાળજે અને ખુશીથી તેનો લાભ લેજે.
બાબાની પ્રેમભરી વાણી સાંભળી ડાક સ્તબ્ધ થઈ ગયો. પણ મોહવશ ઘોડો લઈ આગળ વધ્યો. પોતાને સ્થાને જઈ ઘોડાની યોગ્ય વ્યવસ્થા કરી પોતે સૂવા ગયો પણ નિદ્રા ન આવી, તેના કાને બાબાના શબ્દોનો ભણકાર વાગ્યા કરતો હતો. સવાર થતાં ઘોડો પલાણ્યો અને બાબાના આશ્રમમાં પહોંચી બાબાને ઘોડો સોંપી તેણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે હવે પોતે કોઈ દિવસ ચોરી, લૂંટફાટ નહિ કરે. તે ડાકુ મટી સજ્જન બન્યો. બાબાનો પ્રેમભર્યો નિસ્પૃહ વર્તાવ તેને ઘણું શીખવી ગયો. બાબાની વાણી તેના હૃદયમાં આરપાર નીકળી ગઈ. સંતોની ખૂબી જ આ છે કે તે મનુષ્યમાં રહેલી પશુતાને કાઢી નાંખે છે.
“પશુ મેટ હરિજન કીયો” સારાંશ:
અચૌર્યવૃત ગૃહસ્થને માટે ત્રીજું અણુવ્રત - અલ્પવ્રત તરીકે અને મુનિઓ માટે મહાવ્રત તરીકે પ્રસિદ્ધ છે. ગૃહસ્થ આરંભ અને પરિગ્રહ યુક્ત સૂક્ષ્મપણે, કે પારમાર્થિકપણે અચૌર્યવ્રતનું પાલન ન કરી શકે, પરંતુ જો તેને સાચા જીવનમાં અને તત્ત્વમાં શ્રદ્ધા હોય કે આ માનવ જન્મમાં ચોરી જેવાં દુષ્ટ તત્ત્વોમાં ફસાયો તો પછી પશુપણું જ મળવાનું છે. માનવજન્મમાં પશુવૃત્તિનો નાશ કરવાનો છે. પણ જો તેનું પોષણ થયું તો માનવ આકૃતિ જન્માંતરે બદલાઈને પશુઆકૃતિ મળશે. માટે આ મૂલ્યવાન જીવન પામીને ચોરી જેવા દુષ્કૃત્યથી દૂર રહેવું અને પોતાના પુણ્યબળ, પુરુષાર્થ અને પ્રારબ્ધ પર વિશ્વાસ રાખવો.
મુનિજનોએ તો પ્રાણાંતે મહાવ્રતનું પાલન કરવાનું છે. પારમાર્થિકપણે
For Private And Personal Use Only