________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન તેઓ માર્ગમાં વિચાર કરવા લાગ્યા કે નવમા ચોરને માથે ગાંસડી મૂકનાર કોણ હશે ? તેની તપાસ કરવા તેઓ પંડિતજીના ઘરમાં પાછા આવ્યા ઘરના આંગણે તેમણે પંડિતજીને તે હકીકત વિશે પૂછ્યું.
પંડિતજી -ભાઈઓ ! જ્યારે હું ઢગલા પાસે આવ્યો ત્યારે મેં આ માણસને ખેદ-ખિન્ન જોયો. આથી મને તેના પ્રત્યે દયા આવવાથી ગાંસડી ચઢાવી આપી.
એક તો માલની ચોરી અને ચોર પર દયા ! કેવું આશ્ચર્ય ? દયાનો આવો વ્યવહાર જોઈને બધા ચોરોના ભાવ બદલાઈ ગયા. તેઓએ ગાંસડીઓ ત્યાં જ ખાલી કરી દીધી અને પંડિતજી પાસે પુનઃ ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એક ધર્મીના સભાવની ઉત્તમતા ચોરોના હૃદયને પણ પલટી નાંખે છે. પણ એવી ઉત્તમતા કોઈ ધર્માત્મા જ સેવે છે. અને તેમને તેનો લાભ પણ મળે છે. માલ પાછો મળ્યો અને માનવો મળ્યા.
૪. ચોરી કરવાની આદતવાળા માનવને પણ ઉત્તમ માનવોનો વ્યવહાર કેવો સ્પર્શી જાય છે તેની આ કથા છે.
મોરબી ગામમાં એક અનાજના વેપારી હતા તેમની દુકાન પર એક યાચક લોટ લેવા આવ્યો. શેઠની દુકાન અને ઘર સાથે હતાં. તેથી શેઠ આટો લેવા માટે ઘરમાં ગયા, એ સમયે દુકાન પર બીજું કોઈ હતું નહિ, આ તકનો લાભ લઈને પેલા યાચકે દુકાન પર પડેલું વાસણ ઉપાડી લીધું. શેઠ લોટ લઈને આવ્યા, અને જોયું કે ગ્રાહકનું વાસણ ચોરે ઉપાડી લીધું લાગે છે. શેઠે યાચકને લોટ સાથે થોડું ઘી લેવા જણાવ્યું. ત્યારે યાચકે કહ્યું કે પણ હું ઘી શામાં લઉં?
શેઠે તરત જ યાચકની ઝોળીમાં હાથ નાંખી તપેલી કાઢીને તેમાં ઘી નાંખી આપ્યું. આથી પેલો યાચક અત્યંત લક્તિ થઈ ગયો. તપેલી પાછી આપી અને શેઠજીને કહ્યું કે હવે તે ફરી ચોરી નહિ કરે.
સજ્જન માનવોની સજ્જનતાની ચરમસીમા હોય છે. તેમના વચનથી પણ માણસ પશુ મટી પુનઃ માનવ બને છે.
બાબા ભારતી પાસે એક પાણીદાર ઘોડો હતો. તેની આકર્ષક ચાલ જોઈને ડાકુ ખડગસિંહ તેના પર મુગ્ધ થઈ ગયો. તે જે વસ્તુ પર મુગ્ધ થતો તે વસ્તુ પ્રાપ્ત કરીને જ જંપતો. તેણે કોઈપણ પ્રકારે તે ઘોડો મેળવવા સંકલ્પ કર્યો, અને તેવી તકની રાહ જોવા લાગ્યો.
એક દિવસ સાંજે બાબા ભારતી પોતાના ઘોડા પર સવાર થઈને આવી રહ્યા હતા, ત્યારે સડક પર એક અપંગ માણસ પર તેમની નજર પડી, તેને સહાયક થવાના હેતુથી તેઓ ત્યાં ઊભા રહ્યા અપંગે કહ્યું
For Private And Personal Use Only