________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
જીવન વિકાસનાં વીસ સોપાન
મોક્ષ છે. દિપક જ્યારે બુઝાઈ જાય છે ત્યારે તેની જ્યોત અદૃશ્ય થઈ જાય છે. તેનું પુનરાગમન થતું નથી તે પ્રકારે જે આત્મા આ સંસારનો સર્વથા ક્ષય કરે છે તેનું પુનરાગમન થતું નથી. તે પુનઃ શરીર ધારણ કરતો નથી. તેને આપણે નિર્વાણ કહીએ છીએ, અર્થાત્ તે જ મોક્ષ છે. ગાંધીજીના સ્વર્ગવાસને જેઓ નિર્વાણ કહે છે તેઓ આપણાં દેશનાં મૂર્ખ કહેવાતા બુદ્ધિજીવીઓ છે. કારણ કે જેનો મોક્ષ થાય તેનો નિર્વાણ થતો હોય છે. કોઈનું મરણ થાય એટલે કંઈ નિર્વાણ ન કહેવાય તો તો પછી ગાંધીના મરણ ને જ નિર્વાણ કેમ કહેવાય ભલો કુતરો મરે તો તેને પણ નિર્વાણ કહેવું પડે એવું આવીને ઉભું રહે.
મહાત્ત્વાકાંક્ષા અને સંતોષ બંને ગુણો કહેવાય છે. બંન્નેનું ક્ષેત્ર અલગ અલગ છે. મોક્ષને માટે મહત્ત્વાકાંક્ષા અને સંસાર માટે સંતોષ જોઈએ. ભૌતિક સુખસામગ્રીની તૃષ્ણા, આકાંક્ષા અનંત હોય છે, તેથી તેમાં સંતોષની જરૂર હોય છે. મોક્ષની આકાંક્ષા શાંત હોય છે, તે મોક્ષની પ્રાપ્તિ પછી સમાપ્ત થાય છે. તેથી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેની મહત્ત્વાકાંક્ષા રહેવી જોઈએ. હું ક્યારે પૂર્ણ બનું ? ક્યારે પરમાત્મા બનું ? ક્યારે સુખ શાંતિ પ્રાપ્ત કરું ? ક્યારે જન્મ મરણથી છૂટું ? ક્યારે સર્વજ્ઞ સર્વદર્શી બનું ? ક્યારે વિષય તથા કષાયનો સર્વથા સંપૂર્ણ નાશ કરું ? ક્યારે માન-અપમાન નિંદા-પ્રશંસાના ને પરિ ? ચંચળ મનોવૃત્તિથી ક્યારે વિરામ પામું ? આવી તીવ્ર ઝંખના મનુષ્યને મોક્ષમાર્ગની પ્રેરણા આપે છે.
આત્મસ્વરૂપની, આત્માનાં સાચા સુખની સ્પષ્ટ સમજ મેળવવી, આત્માની શક્તિનો વિશ્વાસ પાકો હોવો જોઈએ, અનુભૂતિપૂર્વકનો તો મોક્ષ દૂર નથી. પણ જો ભૌતિક સામગ્રીથી અસંતોષ, વધુ મેળવવાની આકાંક્ષાને કારણે મોહ, મમતા, માયા, પ્રમાદ અને વિલાસ જેવી દશામાં મૃત્યુ પ્રાપ્ત થયું તો અનંત સંસારનું ખાતું ખૂલી જશે.
એક ચિંતકે લખ્યું છે કે ઃ
તમે મને બતાવો કે તમે શું ઇચ્છો છો, તો હું તમને બતાવીશ કે તમે કોણ છો ?
આપણે જેને ચાહીએ છીએ, જેના પ્રત્યે શ્રદ્ધા કરીએ છીએ તેવા આપણે થઈએ છીએ જો આપણે વીતરાગ પ્રત્યે શ્રદ્ધા કરીએ વીતરાગના વ્યવહાર પ્રધાન જિનશાસન પ્રત્યે સમર્પિત થઈએ તો તેના જેવા થઈએ છીએ.
For Private And Personal Use Only