________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
મોક્ષમાર્ગ
મહર્ષિ આચાર્ય ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં પ્રથમ સૂત્ર લખ્યું છે
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. સરળભાષામાં કહીએ તો ભગવાન વિતરાગ પ્રભુએ કહેલું સાચું માનવું, તેમના એ શાસ્ત્રકથિત તત્ત્વોનું આજ્ઞા અનુસાર શક્તિ મુજબ સાચું જાણવું અને સાચું આચરવું તે મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. - વીર સુભટ બાહ્ય શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મોક્ષમાર્ગે ચાલનાર ક્રોધ, માન, માયા, લોભ આ ચાર આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. બાહ્ય શત્રુઓ સાથે યુદ્ધ કરવાવાળા ફરી હારી શકે છે. અને આંતરિક શત્રુઓ સાથે યુદ્ધ કરવાવાળાને હારવાનો ફરી વારો આવતો નથી. એકવાર આંતર શત્રુઓને કાયમી ખાતે જીતી લીધા બાદ. સંસારી વિજેતાને સંસારનાં યશ, કીર્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જ્યારે ત્યાગી વિજેતાને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે. બાહ્ય શત્રુઓને જીતવામાં બાહ્ય સહાય પુણ્યથી મળે છે. પણ અંતરંગ શત્રુઓ સાથે આત્મા સ્વયં પોતે જ ભાવપૂર્વકની, આજ્ઞાપૂર્વકની ક્રિયાઓ દ્વારા યુદ્ધ ખેલે છે.
નવકાર મહામંત્રમાં વિનયની મુખ્યતા છે તેથી નમો અરિહંતાણ આદિ પદોમાં “નમ:' પદ પ્રથમ આવે છે. અન્ય પ્રકારોમાં નમઃ પછી આવે છે. જેમકે શ્રી ગૌતમાય નમ: સરસ્વત્યે નમઃ સર્વજ્ઞાય નમ: વિનય શિષ્યનો પ્રથમ ગુણ છે. તેના વડે તેનામાં જ્ઞાનપ્રાપ્તિની પાત્રતા આવે છે.
विनयाद् याति पात्रताम् ॥ વિનયથી યોગ્યતા પ્રાપ્ત થાય છે. તે શિષ્યત્વનું લક્ષણ છે)
विणओ सास्णमूलो विणीओ संजओ भवे विणया विप्पमुक्कस्स
कओ धम्मो को तवो ? વિનય શાસનનું મૂળ છે. વિનીત સંયત હોય છે, જે વિનય રહિત છે. તેનામાં ધર્મ ક્યાંથી હોય, તપ ક્યાંથી હોય?
દશવૈકાલિકમાં નિરૂપણ છે કે ધર્મનું મૂળ વિનય છે અને આત્મહિતકર વિનયનું ફળ મોક્ષ છે.
For Private And Personal Use Only