________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાર્ગ
૧૩૫
કોટવાળાને આવતો જોયો. આથી તે ગભરાઈ ગયો. જો કોટવાળ આ ગંદકી જોશે તો મારીને કચુંબર કરી નાંખશે. પોતાના રક્ષણ માટે તેને તત્કાળ એક ઉપાય સૂજ્જો. ટોપલીમાંથી થોડાં ફૂલ કાઢીને તેણે મળને ઢાંકી દીધો.
કોટવાળ માળીની નજીક આવ્યો, તેણે ફૂલોની ઢગલી જોઈ, તે સમજ્યો કે આ કોઈ પવિત્ર જગા છે, તેથી તેણે માળી પાસેથી થોડાં ફૂલ ખરીદીને તેના પર ચઢાવ્યાં નગરનો દરવાજો હોવાથી ત્યાં ઘણા માણસોની અવર જવર થવા લાગી. દરેક માણસ ફૂલ ખરીદી કરે અને પેલી ઢગલી પર ચઢાવતા જાય. પછી આ સમાચાર નગરમાં પ્રસિદ્ધ થયા. કોઈએ માન્યું કે તે હિંદુઓનું સ્થાન છે, કોઈએ માન્યું કે દરગાહ છે, દરેક પોતાની માન્યતા પ્રમાણે ફળ, ફૂલ મીઠાઈ ચઢાવવા લાગ્યા. ઢગલી હવે તો ઢગલો બની ગઈ. નેતા મહાનેતા, પુરાહિત મહંત સર્વ લોક આવવા લાગ્યા. તેમાંથી ઝઘડો થયો કે આ સ્થાન કોનું છે ? હિન્દુઓ કહે અમારું છે, મુસ્લિમો કહે અમારું છે. વાત ન્યાય માટે બાદશાહ પાસે પહોંચી બાદશાહે આદેશ આપ્યો કે એ ફળ ફળાદિના ઢગલાને દૂર કરી જમીન ખોદીને જેનું ચિન્હ નીકળે તેનું સ્થાન માન્ય થશે.
સેવકોએ તરત જ ઢગલો દૂર કર્યો, જ્યાં મળની દુર્ગંધ છૂટી કે નેતા મહાનેતા, પુરોહિત, કે મહંત પોતાનું નાક સંભાળીને ત્યાંથી ભાગી છૂટ્યા. અવિવેક અને અંધવિશ્વાસનું પરિણામ કેવું આવે છે ? અંતમાં ઉપાસના કે આરાધનાની સફળતા માટે વિવેક ની અત્યંત આવશ્યકતા છે.
૨૦. મોક્ષમાર્ગ
મિત્રો !
કોઈ વ્યક્તિ તમારી નિકટથી દોડી જતી હોય અને તમે તેને રોકીને પૂછો કે ‘‘ભાઈ ! આટલી તેજીથી તમે કેમ દોડી રહ્યા છો અને ક્યાં જાઓ છો ?''
તે તમને ઉત્તરમાં કહે કે “મને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું.'' તો તમે તેને મૂર્ખ કહેશો. તે પ્રકારે આપણે કોઈ લક્ષ્ય વગર પૂરું જીવન દોડતોડમાં લગાવી દીધું છે, તો આપણે પણ શું મૂર્ખ નથી ? વિના લક્ષ્ય દોડવાવાળા યાત્રા નથી કરતા પણ ભટકે છે.
જીવન જો યાત્રા છે તો મોક્ષ તેનો અંતિમ લાસ્ટ, છેલ્લો કિનારો છે. તેને પ્રાપ્ત કરવાનું દરેક પ્રાણીનું અંતિમ લક્ષ્ય હોવું જ જોઈએ.
મોક્ષ આત્માની સમગ્રતા છે. સમસ્ત કર્મોથી મુક્તિ એનું નામ જ
For Private And Personal Use Only