________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જીવન વિકાસનાં વીસ સોપાન થશે. તને શહીદ થવાનો અવસર પ્રાપ્ત થશે. આખા દેશના અખબારોમાં તારી પ્રસિદ્ધિ થશે, તારી મૂર્તિ સ્થપાશે, અને લોકો તેના પર ફૂલ ચઢાવી તારું સન્માન કરશે, તું અમર થઈ જઈશ.
માણસ - “મારે અમર બનવું જ નથી. મારે જીવવું છે, મને બહાર કાઢો.” પરંતુ નેતાજી પોતાની કલ્પનામાં રાચતા ત્યાંથી વિદાય થયા.
થોડીવાર પછી એક પાદરી ત્યાંથી નીકળ્યા. કૂવામાંથી માણસનો અવાજ સાંભળીને તેઓ પ્રસન્ન થઈ કૂવા પાસે પહોંચ્યા. પોતાની ઝોળીમાંથી દોરડું કાઢ્યું અને કૂવામાં લટકાવ્યું. દોરડું પકડીને પેલો માણસ બહાર આવ્યો. અને ખુશ થઈને બોલ્યો “તમારો ઘણો આભાર, તમે મારો જીવ બચાવ્યો. તમે મારા પર ઘણી કૃપા કરી.”
પાદરી - “અરે ભાઈ! મેં કંઈ કૃપા કરી નથી. પરંતુ તમે મારા પર કૃપા કરી છે. તમે કૂવામાં પડીને મને સેવા કરવાની તક આપી” મહાત્મા ઇસુએ કહ્યું છે કે “માનવ સેવા તે ઈશ્વરની પૂજા છે. “મેં આજે તમારી સેવા કરીને ઈશ્વરની પૂજા કરી છે. “તમે પહેલાંની જેમ ફરી કૂવામાં પડો તો મને ફરીને પૂજા કરવાની તક મળે” આમ કહીને પાદરીએ તે માણસને ધક્કો મારી કૂવામાં નાંખી દીધો, વળી દોરડું નાંખીને કાઢ્યો. આમ વારંવાર તે પાદરી પૂજા કરવા લાગ્યા.
માણસ : તમે આ શું કરો છો? વારંવાર કૂવામાં નાંખીને તમે મને મારી નાંખશો આમ કહેતાંની સાથે માણસ દોટ મૂકીને ભાગી ગયો.
સિદ્ધાંતના કેવળ શબ્દો પકડીને માણસો કેવો અવિવેક કરે છે. સેવાનો સંદર્ભ દંભમાં પરિણમે છે. એવામાં આજ્ઞા પ્રધાનતાનો વિવેક ન હોય તો તે સાચા અર્થમાં સેવા નથી બનતી.
विवेका किं सोऽपि, स्वरसजनिता यत्र न कृपा ? જે કૃપા કરુણા કે સહાયતા અંતરથી સહજ આનંદમય ન હોય તે વિવેક નથી.
સારા ખોટાનો ન્યાય વિવેકથી થાય છે. જે હિતાવહ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ. અવિવેકી પોતાની બુદ્ધિથી કાર્ય કરતો નથી, તે અન્યનું અનુકરણ કરે છે. લોકો જેમ કરે તેમ તે પણ ટોળાંને અનુસરે છે.
એક માળી ફૂલોનો વ્યાપાર કરતા હતા. ગામમાંથી ફૂલોની ટોપલી ભરીને શહેરમાં જઈ વેચી દેતો. એકવાર દરવાજા પાસે પહોંચ્યો અને તેને કુદરતી હાજત થઈ. દરવાજા પાસે બેસીને તે ઊઠ્યો ત્યાં તેણે સામેથી
For Private And Personal Use Only