________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૩૩ કોઈ ગામની બહાર દશેરાનો મેળો ઉજવાતો હતો તેની વચમાં એક કૂવો હતો. ઘણી ભીડના ધક્કામાં એક માણસ એમાં પડી ગયો. તેને તરતાં આવડતું ન હતું. તે થોડે ઊંચે આવીને કંઈક પકડીને લટકી રહ્યો હતો અને બૂમો પાડતો હતો “બચાવો બચાવો.”
ત્યાંથી એક બુદ્ધ ભિક્ષુક નીકળ્યો. તેની બૂમો સાંભળી તે બોલ્યો આ જગતમાં સુખ કરતાં દુ:ખ અધિક છે, તું બહાર નીકળીને પણ શું સુખ પામશે ? વળી તે પૂર્વજન્મમાં કોઈને કૂવામાં નાંખી દીધો હશે તેથી તને આ જન્મમાં તેનું ફળ મળ્યું છે. દરેકે કરેલાં કર્મ પોતાને ભોગવવાં પડે છે. માટે શાંતિથી આ કર્મને ભોગવી લે તો નિર્વાણ – સાચું સુખ પામીશ આમ કહી ભિક્ષુ પાણી પીને વિદાય થયો.
થોડીવાર પછી એક નેતાજી આવ્યા, તે ભાષણ કરવાના ઉત્સાહમાં આવો અવસર શોધતા હતા. કૂવામાંથી માણસનો અવાજ સાંભળી તેઓ તેને આશ્વાસન આપી કહેવા લાગ્યા “ભાઈ ! તું ધીરજ રાખ, થોડા દિવસ પછી રાજ્યસભા મળવાની છે, તેમાં વિચાર કરવા માટે હું એક ખરડો પ્રસ્તુત કરવા માંગુ છું, કે ભારતવર્ષમાં સાત લાખ ગામડાં છે તેના સર્વ કૂવાઓ પર કાંઠા બાંધવામાં આવે.
માણસ - અરે ભાઈ ! તમારું અધિવેશન તો ક્યારે મળશે અને કાંઠાઓ ક્યારે બંધાશે ? એ કાંઠો મને બચાવી નહિ શકે, મને તમે હમણાં બહાર કાઢો,
નેતા : - અરે ! તું તો કેવળ સ્વાર્થી છે, તું તારું જ હિત વિચારે છે. સજ્જન માણસ તો અન્યનું હિત વિચારે છે. પોતાનું હિત તો કીડી મંકોડા પણ કરે છે. તું તો મનુષ્ય છું તારે સર્વનું હિત વિચારવું જોઈએ.
માણસ - તો તમે સ્વયં સર્જન થઈને મને જ પ્રથમ કૂવાની બહાર કાઢો નેતા : હું કોઈ એક બેનું ભલું કરવામાં માનતો નથી, હું તો જનતા જનાર્દનનો સેવક છું. સમગ્ર પ્રજાનું હિત વિચારું છું.
માણસ - અરે ભાઈ ! સમગ્ર પ્રજનું હિત તો જ્યારે થશે ત્યારે થશે, હમણાં હું તો ડૂબી રહ્યો છું. અરે ! મરી જઈશ જલદી બહાર કાઢો.
નેતા – તારા એકના જીવવા કે મરવાથી ધરતી ઉપર શું ફરક પડશે ? છતાં કદાચ તું મરી જઈશ તો મારું કાર્ય વધુ સરળ થશે. રાજ્યસભામાં હું તારું ઉદાહરણ પ્રસ્તુત કરીશ કે આ ગામમાં કૂવાને કાંઠો ન હોવાથી એક માનવનું મૃત્યુ થયું. અને સભામાં ઉત્તેજના થશે એટલે મારા તૈયાર કરેલા પ્રસ્તાવને વધુ વેગ મળશે. અને તેથી તે બીલ સભામાં કાયદેસર પસાર
For Private And Personal Use Only