________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
જીવન વિકાસનાં વીસ સોપાન મૂર્ખતા કરીએ છીએ. શાંતિ આપણા મનમાં જ ભરી પડી છે છતાં આપણે તે બહાર શોધીએ છીએ.
એકવાર મોટા મુલ્લાજીને શ્વાસ લેવામાં તકલીફ થઈ. ડૉકટરે બધી તપાસણી કરી પણ કંઈ નિદાન થઈ શક્યું નહિ તેથી તેમણે મુલ્લાજીને લંડન જઈ નિદાન કરાવવા જણાવ્યું.
મુલ્લાજી સાધન સંપન્ન હતા. શરીરના નિદાન અને ઉપચાર માટે તેઓ લંડન ગયા. ત્યાં સુપ્રસિદ્ધ ડૉકટરની પાસે તેમણે શરીરની તપાસ કરાવી પણ કંઈ નિદાન થઈ શક્યું નહિ. તે ડૉકટરે સલાહ આપી કે કદાચ દાંતના મૂળમાં કંઈ તકલીફ હશે તમે દાંતના ડૉકટર પાસે જાવ, તેઓ ડેંટિસ્ટ પાસે ગયા.
ડેટિસ્ટે સલાહ આપી કે તમે બધા દાંત કઢાવી નાંખો તો સારું થઈ જશે. મુલ્લાજીએ તે પ્રમાણે કર્યું. છતાં તકલીફ તો રહી ગઈ. ડૉકટરે કહ્યું કે તમારો રોગ કંઈ જુદા જ પ્રકારનો લાગે છે તેથી સમજમાં આવતો નથી, તેથી એમ લાગે છે કે તમારી બીમારી ભયંકર છે માટે તરત જ તમારા દેશ ભેગા થઈ જાવ. અંતિમ સમય તમારા સ્વજનોની સાથે રહેવું હિતાવહ છે.
મુલ્લાજી સ્વદેશ આવ્યા, અને વિચારવા લાગ્યા કે હવે થોડા દિવસમાં મરવું જ છે તો પછી પ્રસન્નતાથી જ વિદાય લઉં, શાંતિથી મરું અને સુખ માણી લઉં.
આમ વિચાર કરી તેમણે દરજીને બોલાવ્યો, અને સુંદર કોટ પેન્ટ તૈયાર કરવા આપ્યા દરજીએ માપ લીધું, પહેલાના કોટના કોલર કરતાં માપ થોડું મોટું થયું. મુલ્લાજી કહે નહિ, અસલ માપથી કોટ બનાવો.
દરજી - “હું તો અસલ માપથી કોટ બનાવીશ પણ તમારું ગળું પહેલા કરતાં વધી ગયું છે તેથી કોલર નાનો થશે. તો શ્વાસ લેવામાં તકલીફ થશે.”
આ વાત સાંભળી મુલ્લાજી તો ખુશ થઈ ગયા. અને પોતાની મૂર્ખતા પર હસવા લાગ્યા. અરે દર્દના ડૉકટર તો નજીકમાં રહેતા હતા. વ્યર્થ લંડનની દોડાદોડ કરી અને ધનનો પણ વ્યર્થ વ્યય કર્યો. દર્દનો ઉપચાર માત્ર કોલર મોટો કરવાનો હતો.
જ્યાં રોગ જન્મ લે છે ત્યાં તેનો ઉપચાર મળી રહે છે. અશાંતિ મનમાં પેદા થાય છે, તો શાંતિ પણ ત્યાં જ મળે છે. પરંતુ તે શાંતિ વૈરાગ્ય પ્રધાન, આસ્તિકતા પ્રધાન ઉપદેશ દ્વારા જ સંભવ છે. એવી જ્ઞાનગંગામાં આત્માને સદા સ્નાન કરાવતા રહો. પરંતુ લોકો શાસ્ત્રોનાં સાચાં જ્ઞાનને
For Private And Personal Use Only