________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
મનઃ સંયમ
मनसैव कृतम् पापम् न शरीर कृतम कृतम् , येनैवालिङ्गिता सुता,
ते नैवालिङ्गिता सुता ॥ મનથી કરેલું પાપ પાપ જ છે, શરીરથી કરેલું પાપ કથંચિત પાપ નથી. જે શરીરથી પત્નીને આલિંગન કર્યું, તે શરીરથી પુત્રીને આલિંગન કર્યું તે બંનેમાં ભાવનું મહાન અંતર છે.
એક ડોકટર છરીનો ઉપયોગ કરી શરીર પર શસ્ત્ર ક્રિયા કરે છે, એક ડાકુ શરીર પર શસ્ત્ર ચલાવે છે. બંનેના ભાવમાં ઘણું અંતર છે. એક નિર્દોષ છે બીજે સદોષછે.
ચિંતન દષ્ટ પણ કરે છે અને શિષ્ટ પણ કરે છે પરંતુ દુષ્ટનું ચિંતન અન્યને દગા પ્રપંચ માટે હોય છે અને શિષ્ટનું ચિંતન અન્યની ભલાઈ માટે હોય છે.
મહાત્મા ગાંધીજીએ ચાલીસવર્ષ સુધી ગીતાજી પર ચિંતન કર્યા પછી “અનાસક્ત યોગ” વિશે લેખન કર્યું હતું. પણ હજુ ગીતીના અનેક ગૂઢ ભાવોને સમજવામાં ગાંધીજી નિષ્ફળ ગયા હતાં. અરવિંદ ઘોષ ચાલીસ વર્ષ સુધી ચિંતનમાં “સતત ડૂબેલા રહ્યા છતાં કહ્યું” મારી શોધ અપૂર્ણ છે.
વાચસ્પતિ મિશ્ર લગ્ન પછી તરત જ “સાખ્યકારિકા” ઉપર સંસ્કૃતમાં ભાષ્ય લખવામાં એવા તલ્લીન થઈ ગયા કે પોતાની પત્નીને સર્વથા ભૂલી ગયા. વર્ષો સુધી પત્ની નિયમિતપણે તેમની પૂજા કરતી રહી, છતાં તેમણે તેનું મુખ સુદ્ધાં જોયું ન હતું. એક દિવસ તેલ ખૂટી જવાથી દીવો બુઝાઈ ગયો પત્ની એ તરત જ તેમાં તેલ પુર્યું અને પુનઃ દીવો પ્રગટાવ્યો. તે સમયે અચાનક મિશ્રજીની નજર પત્ની પર પડી. તેમણે પૂછ્યું “શ્રીમતીજી તમે કોણ છો ?” મેં તમને ક્યાંક જોયાં છે. પણ મને યાદ નથી કે ક્યાં જોયાં
હતાં ?'
શ્રીમતીજી - ““શ્રીમાન જી? પ્રથમ આપ આપનો ગ્રંથ પૂર્ણ કરો પછી આપને સ્વયં યાદ આવશે, અને જો યાદ નહિ આવે તો હું તે જણાવીશ !”
મિશ્રજી - “તમે મારી બહેન તો નથી, તે વાત તો નિશ્ચિત છે. તમારા જેવી સુંદર યુવાન સ્ત્રીએ મારા એકાંત સ્થાનમાં આવવાનું સાહસ શા માટે કર્યું? તે વાત મારી સમજમાં આવતી નથી. મારો ગ્રંથ તો હવે
For Private And Personal Use Only