________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જીવન વિકાસનાં વીસ સોપાન હોટલોની સંખ્યા વધે છે તેટલી હોસ્ટપીટલો પણ વધે છે. આ સર્વના મૂળમાં દૂષિત આહાર તથા અસંયમ છે.
હોટેલના નામો વાસ્તવમાં આપણને ચેતવણી આપે છે “હિંદુ હોટલ - હિંદુ, હિંદુ, હો-ટલ જો તું હિંદુ હો તો ટળ. અહીંથી દૂર જા અહીં આવવાથી તારી પવિત્રતા નાશ પામશે છતાં સ્વાદ લોલુપી મનુષ્ય ત્યાં જાય છે. આ સ્વાદ લોલુપતા મનમાં થાય છે. પેટની પૂર્તિ તો સાત્ત્વિક આહારથી થાય છે. પરંતુ મનની ભૂખ શમતી નથી. તે પ્રથમ હોટલમાં અને પછી હોસ્પીટલમાં ચક્કર લગાવે છે. વળી ધનનો અપવ્યય કરાવે છે.
આવા મનની શુદ્ધિનો એક જ ઉપાય છે, મનુષ્યો વર્તમાનમાં જીવતાં શીખે. ભૂતકાળની સ્મૃતિની કે ભાવિની ચિંતા થી મુંઝાવું નહિ. ડાર્વિનની પદ્ધતિમાં મનુષ્ય વાનરનો વિકાસ છે, પરંતુ જો વાનરને પૂછો તો તે કહેશે કે મનુષ્ય વાનરનું પતન છે, કારણ કે તે ભૂત - ભાવિના ભારથી મુક્ત નથી હું મુક્ત છું, વર્તમાનમાં જીવું છું. ચિંતાઓથી મુક્ત છું.
ભૂતકાળના અનુભવમાંથી પ્રેરણા લો ભાર ન રાખો. વર્તમાન જો ઉલ્લાસમય શુદ્ધ કે સાત્ત્વિક છે તો પરિણામ સારું જ આવશે. તેથી ભૂતકાળમાં ડૂબી ન જવ, ભવિષ્યમાં વહી ન જાવ કેવળ વર્તમાનમાં જીવો.
નાવ પાણીમાં તરે છે ત્યાં સુધી કંઈ ભય નથી પણ પાણી જ્યારે નાવમાં આવે છે ત્યારે ભય શરૂ થાય છે. તે પ્રકારે મન સંસારની સપાટી પર દષ્ટાભાવે રહે તો કોઈ ભય નથી પણ મન સંસારમાં મોહ, મમતા કે આસક્તિનો પ્રકાર સેવ્યા કરે છે તે ખતરો છે.
રસોઈઘરમાં ચૂલાનો ધુમાડો મકાનની છતને તથા ચારે બાજુની દીવાલોને કાળી કરી નાંખે છે. તેથી મકાનની સુંદરતા નષ્ટ થાય છે. મન પણ રાગદ્વેષની જ્વાલામાંથી નીકળતા કષાયરૂપ ધુમાડાથી કલુષિત થઈ જાય છે. તેની સુંદરતા નષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી મન સ્વચ્છ થતું નથી ત્યાં સુધી તેના સૌંદર્યની, સુખની કે શાંતિની સંભાવના નથી.
મન હરે હરે છે, અને રીતે ગીત જે મનને વશ પડે છે તે જીવનના સંગ્રામમાં પરાજિત થાય છે. મન પર વિજય પ્રાપ્ત કરવો તે વાસ્તવિક વિજય છે. મન પર વિજય પ્રાપ્ત કરવા પ્રથમ તેની દિશા બદલવાની જરૂર છે. તેની વૃત્તિઓ પર અંકુશની જરૂર છે. મનના દમનની તો તમામ અધ્યાત્મ પ્રધાન ધર્મો ના પાડે છે અને મન ઉપર ધર્મશાસ્ત્રોની આજ્ઞા મુજબ નિયંત્રણ માનવોએ અચૂક લાવવું જ જોઈએ, ધર્મગુરુઓ એવો આગ્રહ રાખે છે.
For Private And Personal Use Only