________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃ સંયમ
૧૧૯
૧૮. મનઃ સંયમ હે મનુષ્યો !
મનનાં બે કાર્ય છે. ચિંતા કે ચિંતન કરવું. છતાં બંનેમાં ઘણું અંતર છે. ચિંતાને ચિતા કરતાં પણ અતિ દુ:ખદાયક માનવામાં આવે છે. કારણ કે શરીરને એકવાર બાળે છે. પણ ચિંતા તો વારંવાર અંતરદાહ ઉત્પન્ન કરે છે. ચિંતા સ્વયં આગ છે. તે મનને બાળે છે શરીરને સુકાવે છે.
મનનું બીજું કાર્ય ચિંતન છે, એ એવી આગ છે, કે કર્મોને બાળે છે. શરીરને કંઈ હાનિ પહોંચતી નથી.
मनः अवं मनुस्याणाम् कारणं बन्धमोक्षयोः
મન જ મનુષ્યને કર્મબંધ અને મોક્ષનું કારણ છે. મનમાં જે વિષયની આસક્તિ સારી લાગતી હશે તો સંસારનું બંધન વધ્યા જ કરશે, અને જો વિષયથી વિરક્ત હશે અને ખાલી આસક્તિ હશે તો મોક્ષની સ્વાધીનતા ક્રમશ: પ્રાપ્ત થશે. મનમાં જે કષાયે કબજો લીધો તો આત્મા તેમાં મુંઝાઈ જશે. મનમાં ચિંતનની ચિનગારી પ્રજ્વલિત થશે તો આત્માને નિર્મળ અને ઉજ્વળ બનાવશે. અર્થાત સંસારના સુખોની ચિંતા આપણને સંસાર તરફ લઈ જાય છે. આત્મ ચિંતન મોક્ષ તરફ લઈ જાય છે. સંસારની ચિંતા હેય છે આત્મસુખનું સ્વરૂપ ચિતન ઉપાદેય છે.
કોઈ લોકોની માન્યતા એવી હોય છે કે મનની સ્થિતિ આહાર પર અવલંબિત છે. અપેક્ષાએ તે વાત સત્ય છે. એકાન્ત એ વાત જ સાચી એવું પ્રરૂપણ જૈનશાસન કરતું નથી.
जैसा खावे अन्न वैसा होवे मन ॥ આહારના પરમાણુઓ વિચારોને પ્રભાવિત કરે છે. દૂષિત આહારથી વિચાર દૂષિત થાય છે. અને શુદ્ધ આહારથી વિચાર શુદ્ધ થાય છે. જેમ પાસપોર્ટ વગર વિદેશયાત્રા સંભવ નથી તેમ જીવન યાત્રાનું છે સાત્ત્વિક આહાર વગર સુવિચાર, અને સદાચાર સુધી, તથા સદાચારથી સદવ્યવહાર સુધી, તથા સદાચારથી સવ્યવહાર સુધીની યાત્રા સંભવ નથી.
આજકાલ તો આહારશુદ્ધિની મર્યાદા રહી નથી. મોટા ભાગની જનતાના આહાર પર ડોકટરોનો કારભાર ચાલે છે. સત્યહીન, ચટકદાર, મસાલાથી ભરપૂર, ખાદ્યપદાર્થો પેટને બગાડે છે, હોટલને સુધારે છે. જેટલી
For Private And Personal Use Only