________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
જીવન વિકાસનાં વીસ સોપાન સંત એકનાથે ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો. “સાથીઓ તૃષાતુર ગધેડાને જે જળ પિવડાવ્યું છે તે સીધું પંઢરીનાથને પહોંચી ગયું છે. ભગવાન સ્વયં એ રૂપ ધારણ કરીને આપણા પરોપકાર રૂપી ધર્મની કસોટી કરવા આવ્યા હતા. સજ્જનો પરોપકાર કરીને કેવો આનંદ માને છે ? તેને માટે અબૂ અલી દક્કાની એક જીવનઘટના જાણવા જેવી છે.
અબૂને કોઈ ગૃહસ્થના ઘેર ભોજનનું નિમંત્રણ હતું. સમય થતાં તે ત્યાં જવા નીકળ્યા માર્ગમાં તેણે એક વૃદ્ધાનો અવાજ સાંભળ્યો “હે ખુદા! એક બાજુ તું મને ઘણા પુત્રો આપે છે અને બીજી બાજુ સુધાની પીડા આપે છે. અમે પુરું ભોજન પણ પામતા નથી આ તારો કેવો ન્યાય !
આવો અવાજ સાંભળી અબૂ પોતાને સ્થાને પહોંચી ગયા તેણે યજમાનને કહ્યું કે મને ભોજનની સામગ્રીથી ભરેલો થાળ આપો. તેમની વાતથી પ્રસન્ન થઈને યજમાને સ્વાદિષ્ટ ભોજનથી ભરેલો થાળ તૈયાર કરી તેમની સામે મૂકી દીધો. અબૂ તે થાળ પોતાના માથા પર મૂકી પેલી વૃદ્ધાના ઘેર ગયા. પેલો થાળ તેની પાસે મૂકી દીધો. વૃદ્ધા તે થાળ જોઈને અત્યંત પ્રસન્ન થઈ. આથી અબૂ પણ વિશેષ પ્રસન્ન થઈ, ભોજન વગર ઘેર પહોંચ્યા છતાં ભોજન તૃપ્તિથી અધિક આનંદમાં હતા. આ પરોપકારવૃત્તિની વિશેષતા છે.
એવા બીજા સંતની કથા છે. મક્કાની સિત્તેર વાર યાત્રા કરવાવાળા તપસ્વી અબુલકાસીમે એકવાર માર્ગમાં ભૂખથી તડપતા એક કૂતરાને જોયો. તે સમયે તેમની પાસે ખાવાની કોઈ વસ્તુ હતી નહિ. પરોપકારવૃત્તિએ તરત જ પ્રેરણા આપી. તેઓ મોટેથી બોલવા લાગ્યા અને એક રોટલી આપશે તેને હું મારી સાલીસ વખતની યાત્રાનું પુણ્ય આપીશ.
આ સાંભળીને એક યાત્રી તેમ કરવા તૈયાર થઈ ગયો. તેણે એક યાત્રીને સાક્ષી રાખીને ચાલીસ યાત્રાના પુણ્યના બદલામાં સંતને એક રોટલી આપી. અબુલકાસીમે તે રોટલી પેલા નિર્બળ અને ભૂખ્યા કૂતરાને પ્રેમપૂર્વક ખવડાવી દીધી. અને સહજ રીતે આગળ પ્રયાણ કર્યું. કેવો મહાન ત્યાગ, પરોપકાર.
બેઈ રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું કે “દેવો અને દાનવોમાં શું અંતર છે ?'
મંત્રી- “રાજાજી! આનો ઉત્તર તમને કાલે આપીશ.”
બીજે દિવસે મંત્રીએ રાજભવનના રસોડે જમવા માટે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. પચીસ પચીસની બે પંક્તિમાં બ્રાહ્મણોને સામ સામે ભોજન માટે બેસાડવામાં આવ્યા. મંત્રીએ દરેકને જમણા હાથે લાંબા વાંસની લાકડી
For Private And Personal Use Only