________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરોપકાર
૧૧૭ બંધાવી દીધી જેથી હાથને વાળી શકાય નહીં, પછી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ થાળમાં પીરસવામાં આવી. પણ હાથ તો બંધનમાં હતા. જમવું કેમ ! થાળીઓ એમ જ પડી હતી. થોડીવાર પછી હાથનાં બંધન છોડવામાં આવ્યાં ત્યાર પછી એ બ્રાહ્મણોએ ભોજન કર્યું.
એક કલાક પછી એ જ પ્રમાણે બીજા બ્રાહ્મણોની પંક્તિઓ ગોઠવાઈ. તેમના જમણા હાથો પર લાકડીઓ બાંધવામાં આવી. અને થાળ પીરસવામાં આવ્યા આ બ્રાહ્મણોએ વિચાર્યું કે હાથ વળતો નથી તેથી શું ભૂખ્યા રહેવું ? હાથ સામ સામે તો પહોંચી શકે ને ? અને તરત જ તે બ્રાહ્મણોએ દરેકે સામે બેઠેલાને ખવરાવવા માંડ્યું. આમને સામને હાથ લાંબા રાખીને પણ તેમણે ઉદરપૂર્તિ કરી. અને પ્રસન્ન થયા.
મંત્રીએ રાજાને કહ્યું કે આમાં તમારા પ્રશ્નનો ઉત્તર છે. પહેલીવાર જે બ્રાહ્મણો ભોજન માટે બેઠા તે અન્યોન્યને ભોજન આપવા માટે તૈયાર ન હતા. તેઓ “દાનવ” કહી શકાય. અને જે બ્રાહ્મણો બીજી પંક્તિવાળા હતા તેઓએ એકબીજાને ભોજન આપીને દરેકે ભોજન કર્યું. તેને દેવ' કહી શકાય
ઈગ્લેંડના સુપ્રિસિદ્ધ કવિ ગોલ્ડન સ્મિથ રોગીઓના ઉપચાર કરતા હતા એકવાર એક મુંઝાયેલી મહિલા તેમની પાસે આવી. તેનો પતિ બીમાર હતો તેનો ઉપચાર કરવા તે કવિને પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં જઈને કવિએ જોયું કે અત્યંત નિર્ધનતાને કારણે માનસિક ચિંતામાંથી તેનો પતિ બીમાર થયો છે. કવિએ રોગીને તપાસ્યો અને કહ્યું કે ઘેર જઈને હું દવા મોકલું છું. તમે ચિંતા ન કરશો.
ઘેર જઈને તેમણે એ રોગી માટે એક પડીકું મોકલ્યું. તેના પર લખ્યું હતું. જ્યારે જરૂર પડે ત્યારે આ પડીકું ખોલવું અને તેમાં રાખેલી દવાનું સેવન કરવું. પેલી સ્ત્રીએ પડીકું ખોલ્યું તો તેમાં દસ સોનામહોરો હતી. આ જોઈને પતિનો રોગ ભાગી ગયો. બંને કવિની ઉદારતા માટે નમી પડ્યાં.
શરીર તો નશ્વર અને અનિત્ય છે. તેમાં જીવન છે ત્યાં સુધી પરોપકાર કરતાં રહેવું, ધનપિપાસા એક પ્રકારની બીમારી છે, અને ઝઘડાનું કારણ છે.
સાજા ભોજ વેષપરિવર્તન કરી પ્રજાની વાસ્તવિક સ્થિતિનું અવલોકન કરવા ધારાનગરીમાં ફરતા હતા. એકવાર રાજા કોઈ નિર્ધન બ્રાહ્મણના ઘર આગળથી જતા હતા, ત્યાં તેમણે તે ઘરમાંથી લડવાનો અને મારપીટ થવાનો અવાજ સાંભળ્યો. તેમાં બે સ્ત્રીઓ અને એક પુરુષ નો અવાજ
For Private And Personal Use Only