________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરોપકાર
૧૧૫
ખેતરના પાકને ખાતો નથી. તેથી પ્રમાણિત થાય છે કે સજ્જનોનું ઐશ્વર્ય પરોપકાર માટે હોય છે.
रत्नाकरः किं कुरूते स्वरत्नः ? विन्ध्याचलं किं करिभिः करोति ? श्री खण्डखण्डैर्मलयाचलः किम ? परोपकाराय सतां विभूतयः नीतिप्रदीप ।
સમુદ્ર પોતાનાં રત્નોનું શું કરે છે ? વિન્ધ્યાચલ પર્વતમાં વિહરતા હાથીઓનું શું કરે છે ? મલયાચલના પહાડમાં ચંદન ના વૃક્ષોનો વિસ્તાર છતાં તે શું કરે છે ? તેઓ તે તે વસ્તુનો કંઈ લાભ ઉઠાવે છે ? તેમ સજ્જનોનું ઐશ્વર્ય પરોપકાર માટે છે.
ધર્મરુચિ અનગારને ગોચરીમાં નાગશ્રી એ કડવી તુંબડીનું શાક આપ્યું હતું. ગુરુજીએ જ્ઞાન દ્વારા જાણી લીધું કે શાક આહારને યોગ્ય નથી. તેથી તેમણે ધર્મરુચિને આદેશ આપ્યો કે એ શાક નિર્જીવ સ્થાનમાં સાવધાનીથી છોડી દેવું.
આદેશનું પાલન કરવા શિષ્ય વસ્તી બહાર દૂર ગયા. નિર્જીવ ભૂમિ જોઈને ત્યાં શાકનું એક ટીપું જમીન પર મૂક્યું અચાનક એક બે કીડીઓ ત્યાં આવી ગઈ અને ટીપાનો સ્પર્શ થવા માત્રથી મૃત્યુ પામી. ધર્મરુચિ તો ખૂબ વિચારમાં ગરકાવ થઈ ગયા. પૂરું શાક જમીન પર છોડવાથી તેની સુગંધથી આકર્ષાઈને અસંખ્ય કીડીઓની હિંસા થવાનો સંભવ છે. એ સર્વની રક્ષા ખાતર મારે સ્વયં આ શાકને ખાઈ લેવું ઉચિત છે. અને તેમણે તે પ્રમાણે કર્યું. થોડીવારમાં સાધુ સમાધિમરણને પામ્યા. પરોપકારને માટે ધર્મરુચિએ પોતાનો પ્રાણ અર્પણ કર્યો.
કોઈ પણ વ્યક્તિ પરલોક ને સામે રાખીને જ્યારે પરોપકાર કરે છે, તેનો પરોપકાર પરાકાષ્ઠાનો પરોપકાર કહેવાય છે. જૈન શાસને જે પરોપકાર કરવાની સ્ટાઈલ બતાવી છે એવી સ્ટાઈલ અને એ સ્ટાઈલનાં ભાવો વિશ્વનાં બીજાં કોઈ ધર્મો બતાવી શક્યા નથી.
સંત એકનાથ પોતાના સાથીઓની સાથે ગંગાજળ લઈને તીર્થયાત્રા કરી રહ્યા હતા. માર્ગમાં એક બાજુએ રોગી ગધેડો પાણી માટે તરફડતો હતો. દયાવંત સંત એકનાથે પોતાના કમંડળનું તમામ ગંગાજળ પેલા ગધેડાને પ્રેમપૂર્વક પિવડાવી દીધું.
શિષ્યોએ પૂછ્યું ‘‘ગુરુદેવ ઘણા દૂરથી અને શ્રમથી લાવેલું સંપૂર્ણ ગંગાજળ આપે ગધેડાને પીવડાવી દીધું, હવે પંઢરીનાથનો અભિષેક તમે કેવી રીતે કરશો ?
For Private And Personal Use Only