________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
નિર્ભયતા નીકળ્યો હતો. આ વાત શ્રવણ થતાં ની સાથે જ ચારે યુવાનો ભયભીત થઈ બેહોશ થઈ ગયા અને સદાને માટે પોઢી ગયા. સાપ ઝેરી હોત તો તેઓ તરત જ મરણને શરણ થઈ ગયા હોત. બાર વર્ષ પછી તેમનું મૃત્યુ શા કારણથી થયું? કેવળ ભય.
સાત મનુષ્યો ધનોપાર્જન માટે અન્ય દેશ જવા નીકળ્યા માર્ગમાં જતાં રાત થઈ ગઈ. અંધારામાં ચાલવું મુશ્કેલ થતાં તેઓ સડકને કિનારે એક વૃક્ષની નીચે બેઠા. વાતો કરતા કરતા તેઓ સૂઈ ગયા સૂવામાં જે મનુષ્ય પહેલો હતો તેણે વિચાર કર્યો કે આ તો જંગલ છે. જો વીંછી નીકળે તો તે મને પહેલો કરડે, તે વખતે મારી ચીસ સાંભળીને આ ત્રણ વૃક્ષ પર ચઢી જશે; અને હું એકલો મરી જઈશ. આ સમયે સૌને ઊંઘ આવી રહી હતી, તે સમયનો લાગ જોઈને તે ઊઠ્યો અને હારમાં જે છેલ્લો હતો તેની બાજુમાં જઈને સૂઈ ગયો. હવે બીજા નંબર વાળો ાગી ગયો. તેના મનમાં પણ આવો જ વિચાર આવ્યો, તે ઊઠ્યો અને છેલ્લો સૂઈ ગયો. એ જ પ્રમાણે ત્રીજ પછી ચોથા, પાંચમાં, છઠ્ઠા અને સાતમાં મનુષ્ય કર્યું. આમ સ્થાનાંતર કરવામાં રાત પૂરી થઈ ગઈ. સૂર્યોદય થતાં સૌએ આંખ ખોલી ત્યારે જોયું કે તેઓ ગામને પાદર જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ પહોંચી ગયા હતા. નીકળ્યા હતા ધનોપાર્જન માટે પણ ભયના માર્યા ઠેર ના ઠેર રહી ગયા.
ભય કે ભીરુતાનો સંસ્કાર કોઈવાર એવી સંગતિ મળવાથી પેદા થાય છે. એક સિંહણનું બચ્ચું માથી છૂટું પડી શિયાળના ટોળામાં ભળી ગયું. મોટું થવા છતાં તે શિયાળોની જેમ ભીરુ બની ગયું. એક દિવસ કોઈ સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો. તેની ગર્જના સાંભળી શિયાળો આમ તેમ ભાગી ગયાં તેમની સાથે ઉછરેલો બાળ સિંહ પણ ગભરાઈને ભાગવા લાગ્યો. સિંહ નજીક આવી ગયો હતો.તે બાળ સિંહને ઓળખી ગયો તેને પકડીને તે જળાશય નજીક લઈ ગયો. ત્યાં તેને તેનું પ્રતિબિંબ બતાવ્યું અને કહ્યું કે તું શિયાળ નથી મારા જેવો સિંહ છે. સિંહને પોતાના સિંહત્વનું ભાન થયું અને તેની ભીરુતા ભાગી ગઈ.
વિષય – કષાયમાં ગળાબૂડ પ્રાણીઓ કાયર બની ગયા છે ને ? મહાવીરના ઉપાસક છીએ, “કષાય અને વિષયો તો છોડવાં જેવાં જ છે.” આવું સ્પષ્ટ ભાન હોવું જોઈએ. હૈયામાં આ વાતનું સ્થાન ૨૪ ક્લાક હોવું ઘટે, તો જિનવાણીના શ્રવણથી આત્મબોધ થાય, તો આપણી વીરતા જાગૃત થઈ શકે. શાસ્ત્રોરૂપી સરોવરમાં આપણી જાતને જોવાથી આપણને ખ્યાલ આવશે કે આપણો અંતરઆત્મા મહાવીર પ્રભુના વૈરાગ્યપ્રધાન વચનોનું આલંબન લઈને ગર્જે તો વિષય – કષાયરૂપી સર્વ પશુઓ ભાગી જશે.
For Private And Personal Use Only