________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ
૧૦૧ મનુષ્ય સહજ સત્ય બોલે છે તે શીખવા જવું પડતું નથી. કારણ કે સત્ય આત્માનો સ્વભાવ છે. ધર્મની સેંકડો વ્યાખ્યાઓ થઈ શકે છે.
धम्मो मंगलमुक्टिम् अहिंसा संजमो तवो । देवावितं नमंसन्ति
जस्स धम्मे सया मणो ॥ અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મ સર્વશ્રેષ્ઠ છે. જેનું મન સદા ધર્મયુક્ત છે તેને દેવતા નમે છે.
જેવી રીતે આપણને જીવવું પ્રિય લાગે છે તેમ સર્વ પ્રાણીઓને જીવન પ્રિય છે. જેમ આપણે દુઃખ કે મરવું ઇચ્છતા નથી, તેમ સર્વ પ્રાણીઓ દુઃખ કે મૃત્યુ ઈચ્છતાં નથી. આપણે જેમ અન્ય પાસેથી સુખદ વ્યવહાર ઇચ્છીએ છીએ તેવી રીતે સર્વ પ્રાણીઓ પ્રત્યે વ્યવહાર કરવો જોઈએ. જ્ઞાની જનોનો મુખ્ય ઉપદેશ એ છે કે કોઈની હિંસા કરવી નહિ.
___ अधर्मः प्राणिनां वधः ॥ પ્રાણીઓનો વધ કરવો તે અધર્મ છે.
ધર્મનું બીજું લક્ષણ સંયમ છે. મોટર ગમે તેટલી સુંદર કે મૂલ્યવાન હોય પરંતુ જો તેમાં બ્રેક ન હોય તો તેને ચલાવવાનું સાહસ કોઈ કરશે નહિ. કારણ કે તેમાં દુર્ઘટનાનો ભય છે. સંયમ જીવનમાં બ્રેકનું કામ કરે છે. તેનાથી જીવન નિર્ભય અને નિશ્ચિત બને છે. માનવનું શરીર સંયમ ધારણને માટે મળ્યું છે. જેમ બેકના અભાવમાં ગાડી કે યાત્રી સલામત નથી તેમ સંયમના અભાવમાં શરીર કે આત્મા સલામત નથી.
એક ઇતિહાસકારે વીસ વર્ષના નિરંતર પરિશ્રમ પછી ગ્રીસનો અતિ વિશાળ ગ્રંથ લખ્યો હતો. તેનો સારાંશ એ હતો કે ગ્રીસનું પતન અતિ વિલાસથી થયું. સાદગી અને સંયમ દ્વારા જ વિકાસ સંભવ છે.
ધર્મનું ત્રીજું લક્ષણ તપ છે. શારીરિક તથા માનસિક કષ્ટો, સંકટો કે ઉપસર્ગને શાંતિ અને સમતાપૂર્વક સહન કરવાં તે તપ છે. તેનાથી તેજસ્વિતા પ્રગટ થાય છે. આ પ્રકારે અહિંસા, સંયમ અને તપના આરાધનથી દુર્ગતિ નિવારી શકાય છે. દુર્ગતિથી ઉદ્ધાર કરવાને ધર્મ કહે છે.
दुर्गतौ प्रपतज्जन्तुध्धारणाद् धर्म उच्यते ॥ સંસાર સાગરમાં ડૂબવાવાળા જીવોને માટે ધર્મ દ્વીપ સમાન છે.
For Private And Personal Use Only