________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
જીવન વિકાસનાં વીસ સોપાન
અને વૈર, દુર્ભાવના, ઈર્ષા, ક્રોધ આદિ ઉત્પન્ન થાય છે. આ સર્વ વિભાવ અધર્મ છે.
मित्ती मे सव्वभूसु ॥
સર્વ પ્રાણી સાથે મારો મૈત્રી ભાવ રહો.
મૈત્રી આદિ ભાવનાઓ ધર્મમાં સહાયક તત્ત્વ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आहार निद्रा भय मैथुनञ्च सामान्यमेतत्पशुभिर्नराणाम् धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः ॥
આહાર, નિદ્રા, ભય, મૈથુન તો પશુ તથા મનુષ્યમાં સમાનરૂપે હોય છે. કેવળ ધર્મ જ મનુષ્યમાં અધિક ગુણ છે. તેથી જે મનુષ્ય ધર્મ વિહીન છે તે પશુ સમાન છે.
ધર્મે ગાંધીજી જેવી વ્યક્તિ ભારતને પ્રદાન કરી હતી. તેમણે ધર્મની શક્તિ દ્વારા સંપૂર્ણ દેશને સ્વાધીન કર્યો.
મહાત્મા ગાંધીજીને એકવાર કોઈએ પૂછ્યું “તમારા જેવા શરીરે દૂબળા પાતળા માનવામાં આવી અગાધ શક્તિ કેવી રીતે મળી ? તમે જ્યાં પગ ઉપાડો છો ત્યાં તમારી પાછળ લાખો પગો દોડવા માંડે છે. તમારા વચન પર લાખો જનો જેલના દુઃખો ભોગવવા તૈયાર થાય છે. તમે જ્યાં નજર કરો છો ત્યાં કરોડો ચક્ષુઓ તમારા પ્રત્યે મીટ માંડે છે.’’
મહાત્માજીએ કહ્યું : “એ મારી શક્તિ નથી પણ ધર્મની શક્તિ છે. મેં મારા જીવનમાં સત્ય અને અહિંસાને પ્રતિષ્ઠિત કર્યાં છે. હું સત્યને જ પરમેશ્વર માનું છું. તેથી તે તેની શક્તિ છે.'' વળી પૂછ્યું : - ‘‘તે સત્ય કેવી રીતે અને ક્યાંથી પ્રાપ્ત થાય ?''
મહાત્માજી : ‘ક્યાંય બહાર નહિ પણ તમારા પોતાના હૃદયમાંથી સત્યની પ્રાપ્તિ થાય છે.
શાંતિની જેમ સત્ય પણ આત્માનો સ્વભાવ છે. બાળક નિર્દોષતાને કારણે જન્મથી સત્ય બોલે છે. તેને સત્યબોલવામાં સંકોચ કરવો પડતો નથી. સંકોચ અસત્ય બોલવામાં કરવો પડે છે. વળી અસત્ય છુપાવવા બીજું અસત્ય કરવું પડે છે. પુનઃ પુનઃ અસત્ય બોલવાથી આખરે વ્યક્તિ ચિંતાઓથી ઘેરાઈ જાય છે, અને તેની આંતરિક શાંતિ નષ્ટ થાય છે.
For Private And Personal Use Only