________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધર્મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केचिद् वृष्टिभिरार्द्रयन्ति धरणीम् गर्जन्ति केचिद् वृथा यं यं पश्यसि तस्य तस्य पुरतो मा बूहि दीनं वचः ॥
૯૯
હે મિત્ર ! ચાતક ! સાવધાનીથી એક ક્ષણ માટે મારી વાત સાંભળ આસમાનમાં ઘણાં વાદળો રહે છે તે સર્વ જળદાન કરે એવું નથી. કોઈ વરસીને ધરતીને ભીની કરે છે. અને કેટલાંક તો વ્યર્થ ગર્જે છે. તું જે જે વાળદોને જુએ છે તે સર્વેની સામે દીન વચનથી યાચના કરીશ નહિ કારણ કે કંજૂસ પાસે ધન હોવા છતાં છૂટતું નથી પણ જે સ્વભાવથી ઉદાર છે તે જ દાન કરે છે. કંજૂસ પાસે યાચના કરવી વ્યર્થ છે.
૧૫. ધર્મ
ધર્મપ્રેમીઓ !
ધર્મ જીવનરૂપી ઘડિયાળની ચાવી છે. મોટરમાં પેટ્રોલની, ચૂલામાં બળતણની, શરીરમાં અન્નની જેમ આવશ્યકતા છે તેમ જીવનમાં ધર્મની અત્યંત્યાવશ્યકતા છે.
ધર્મ જ જીવનની એક મર્યાદા છે વ્યવસ્થા છે. તે જ જીવનનું સંતુલન છે, અનુશાસન છે. તેમાં જીવન ગતિશીલ બને છે. ધર્મ ગુણ છે આત્મા ગુણી છે. ગુણ ગુણીમાં અભિન્નતા છે કારણ કે તે આત્માનો સ્વભાવ છે.
वत्सहावो धम्मो ॥
વસ્તુનો જે સ્વભાવ છે તે તેનો ધર્મ છે.
જેમ અગ્નિનો સ્વભાવ બાળવાનો કે ઉષ્ણ છે, જળનો સ્વભાવ બૂઝવવાનો-શીત છે. છતાં પણ આગના સંયોગથી પાણી બળવા માંડે છે. જો આગનો વિયોગ થાય તો ક્રમે ક્રમે જળ શીતળ થઈ જાય છે. કારણ કે તે તેનો સ્વભાવ છે. જે ઉષ્ણતા હતી તે તેની વિભાવદશા હતી.
For Private And Personal Use Only
આ પ્રકારે શાંતિ આત્માનો સ્વભાવ છે. અશાંતિ વિભાવ છે. કષાયના સંયોગથી આત્મા અશાંત થઈ જાય છે. જો તેનો સંયોગ છૂટી જાય તો પુનઃ શાંતિ-સ્વભાવમાં રમણ કરે છે. સદાચાર તથા પરોપકાર જેવા કાર્યોમાં જે શાંતિનો અનુભવ છે તે સાધનરૂપ છે તેથી તેને ધર્મ કહે છે.
જો હું કોઈને શત્રુપણે જોઉં છું તો તેને જોઈને અશાંત થાઉં છું.