________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
જીવન વિકાસનાં વિસ સોપાન જગતમાં આવા માનવોનું જીવન આપણને ઘણું શીખવે છે. જે શાળા મહાશાળાઓમાં શીખવા મળતું નથી ગુણોના વિકાસમાં કદાચ સંકટ સહેવું પડે, પણ જ્યારે તેનું પરિણામ પાકે છે ત્યારે માનવ સ્વયં સંપૂર્ણપણે સુખને પામે છે.
દૃષ્ટાંત : રહિમ સાહેબ મહાદાની હતા. તેઓ કહેતા કે જો આવશ્યક વસ્તુ દાનમાં મળે તો તે ગ્રહણ કરવામાં કંઈ સંકોચ રાખવો નહિ. કારણ કે જેની ઉત્તમ ભાવના હોય છે તે આપે છે અને જરૂરત હોય તે લે છે. કારણ કે ધનવાન હોય તેની પાસે નિર્ધન જાય છે. તેથી ત્યાં જવામાં સંકોચ રાખવો નહિ. રહિમ સાહેબ જ્યારે દાન આપવા બેસતા ત્યારે પોતાની આંખો જમીન પર માંડી રાખતા તેના કારણમાં તે કહેતા :
देनेवाला और है, देत रहत दिन रैन । लोग भरम हमपर करै.
तप्ते नीचै नैन ॥ દેવાવાળો તો ભગવાન છે. અથવા એ પુણ્યયોગ છે, જેથી હંમેશાં દાન થયા જ રહે છે. પરંતુ લોકો ભ્રમથી મને દાતા માને છે. તેથી સંકોચવશ મારા નયન નીચાં ઢળી જાય છે. દાન કરો પણ માન રહિત તેવી તેમની શીખ છે.
___ "दया धरम का मूलं है, पाप म्मूल अभिमान" દાન ધર્મનું મૂળ છે, અભિમાન પાપનું મૂળ છે. દાનની સાથે જો માન ભળ્યું તો તે પુણ્યને બદલે પાપમાં પરિણમશે.
વળી જે દાન કરતા નથી અને અભિમાન કરે છે તેની શી દશા થશે ! એક તૃષાતુર ચાતક પાણીની પ્રાપ્તિ માટે પુનઃ પુનઃ વાદળોની તરફ જોયા કરતું હતું. તે વારંવાર વાદળોને યાચના કરી પોતાની વ્યથા વ્યક્ત કરતું, પરંતુ વાદળો ગાજ્યાં અને વરસ્યાં નહિ. એક પછી એક વરસ્યા વગર જ આકાશમાં આગળ વધી ગયાં. તે સમયે એક કવિએ ચાતકને કહ્યું :
रे रे चातक ! सावधानमनसा मित्र! क्षणं श्रूयताम् अम्मोदा बहवो वसन्ति गगने सर्वेपि न तादृशां ।
For Private And Personal Use Only