________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન દરેકનો કર ભરી સૌને જેલમુક્ત કર્યા. સૌએ તેને હાર્દિક અભિનંદન આપ્યા. સૌ તેના મિત્ર બની રહ્યા. આ તેની મૂડી હતી.
વળી ખાલી જહાજ સાથે તે દેશમાં પહોંચ્યો. હકીકત જાણી પિતા ખૂબ નારાજ થયા પરંતુ બંને યાત્રાના ફળસ્વરૂપે જે પ્રાપ્ત થયું હતું તેનાથી કંઈક સંતુષ્ટ હતા. એથી ત્રીજીવાર કડક સૂચના આપીને તેમણે દોબ્રીવને પરદેશ મોકલ્યો. એક સ્થળે જહાજ વિસામા માટે રોકાયું હતું. ત્યાં રૂસનો સમ્રાટ પોતાની પુત્રીની શોધમાં નીકળ્યો હતો. તે ફરતો ફરતો દોબ્રીવની પાસે આવ્યો તેની આંગળી પર પોતાની પુત્રીની વીટી જોઈ તે આશ્ચર્ય પામી પ્રસન્ન થયો. તેણે દોબીવ પાસેથી સર્વ વૃત્તાંત સાંભળ્યું અને કહ્યું કે મારી યાત્રા સફળ થઈ હું હવે રૂસ પાછો જાઉં છું. તમે મારા આ મંત્રીને લઈ પાછા તમારે દેશ જાઓ અને તમારા સમગ્ર પરિવારને લઈને રૂસ આવો.
દોબ્રીવે મંત્રી સાથે દેશ પાછો ફર્યો અને પોતાના પરિવારને લઈને રૂસ જવા નીકળ્યો મધ્ય દરિયે પહોંચ્યા ત્યાં મંત્રીની દાનત બગડી તેણે વિચાર્યું જે આ દોબીવેને દરિયામાં ધકેલી દઉં તો રાજકન્યા મારું શરણ લઈ મને સ્વીકારી લેશે. આમ વિચારીને તેણે દોબ્રીવેને દરિયામાં ધકેલી દીધો. અને રાજકુમારીને પોતાની કરવા પ્રયાસ કર્યો પરંતુ ગુણગ્રહણની દૃષ્ટિ વાળી તે રાજકુમારીને આવા દ્રોહીને પતિ બનાવો ઉચિત કેમ લાગે ? છતાં તેને દરિયો પાર કરવાનો હતો તેથી કુશળતાથી કામ લીધું પોતાનો ભાવ ગુપ્ત રાખી તેણે મંત્રીને કહ્યું તમારી વાત સાચી છે હવે દોબ્રીવ જીવતો મળવાનો નથી માટે અમારે તમારું શરણ છે. પણ આ બાબતનો આખરી નિર્ણય રૂસ પહોંચીને કરશું. કામાંધ માનવ હંમેશાં અંધારામાં રહે છે. મંત્રીએ રાજકન્યાની વાત માની લીધી
નસીબનો બળિયા દોબ્રીવેને દરિયામાં તરતાં તરતાં એક જહાજ મળ્યું તેના માલિકની તેણે સહાય માંગી, અને પ્રાપ્ત સંપત્તિનો અર્ધો ભાગ મળવાની શરતનો સ્વીકાર કરી તેણે દોબ્રીવેને રાજમહેલ સુધી સુરક્ષિત પહોંચાડી દીધો. દોબ્રીવેને જોઈને રાજા પ્રસન્ન થયા અને તેને રાજ્યસિંહાસન પર બેસાડી દીધો. આ બાજુ મંત્રી જહાજ લઈને હર્ષભેર રૂસ પહોંચ્યો પણ આ શું? રાજ્યસિંહાસન પર કોણ બેઠું છે? તેણે આંખો ચોળીને જોયું પણ વાસ્તવિકતા કંઈ છૂપી રહે છે ? પણ દોબીવે તો દિવ્ય માનવ હતો. તેણે મંત્રીનો અપરાધ માફ કરી દીધો.
રાજ્યસત્તાનો સ્વીકાર કરીને તેણે પોતાની શરત મુજબ રક્ષા કરનાર દરિયાખેડુને અર્થે રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે વળી દોબ્રીવે કરતાં પણ ઉદાર નીકળ્યો તેણે રાજ્યનો સ્વીકાર ન કર્યો.
For Private And Personal Use Only